એક પ્લાન્ટમાં બૂસ્ટર પમ્પની મોટર ફેલ થવાને કારણે આયોડિન સૉલિડમાંથી ગૅસ સ્વરૂપમાં ફેરવાઈ જવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
ચિલીમાં પર્પલ વાદળે કૌતુક જગાવ્યું
ચિલીના ટાઉન પોઝો અલમોન્ટેમાં તાજેતરમાં રહસ્યમય પર્પલ વાદળ જોવા મળ્યું હતું, જેને લીધે સ્થાનિક લોકો અને અધિકારીઓ મૂંઝાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ સોશ્યલ મીડિયા પર એના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતા. જોકે તારપકા રીજનના ડેપ્યુટી રીજનલ ડિરેક્ટર ક્રિસ્ટિયન ઇબનેઝે જણાવ્યું હતું કે એક પ્લાન્ટમાં બૂસ્ટર પમ્પની મોટર ફેલ થવાને કારણે આયોડિન સૉલિડમાંથી ગૅસ સ્વરૂપમાં ફેરવાઈ જવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

