અમેરિકામાં લેન માર્કિડન નામની એક વ્યક્તિની લિન્ક્ડઇન પ્રોફાઇલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે
Offbeat
ડ્રીમ રેઝ્યુમે
અમેરિકામાં લેન માર્કિડન નામની એક વ્યક્તિની લિન્ક્ડઇન પ્રોફાઇલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એ મુજબ તે ફેસબુક, નેટફ્લિક્સ, ઍમેઝૉન, ગૂગલ અને ઍપલમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. પોતાની પ્રોફાઇલમાં તેણે જણાવ્યું છે કે આ પાંચેપાંચ પ્લૅટફૉર્મ પર મેં કામ કરવાનો અનુભવ મેળવ્યો છે.
લેન માર્કિડનના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લાં ૧૮ વર્ષથી ફેસબુક પર ‘ઍડ્વર્ટાઇઝિંગ ટાર્ગેટ’ તરીકે કામ કરી રહ્યા છે અને ઍમેઝૉન ખાતે ‘પ્રાઇમ મેમ્બર’ તરીકે તેમણે પ્રોડક્ટ કેટલૉગ પર સંશોધન કરી ૭ વર્ષમાં ઑર્ડર વૉલ્યુમમાં ૮૨૩ ટકાનો વધારો કર્યો છે. તેણે ઍપલ સાથેના કામના એક્પીરિયન્સમાં ‘અનસર્ટિફાઇડ જિનીયસ’ની પોઝિશન બતાવી હતી.
ADVERTISEMENT
નેટફ્લિક્સના અકાઉન્ટ મૅનેજર તરીકે માર્કિડન પર વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી હતી. ગૂગલ પર ‘ડેટા સોર્સ’માં કામ કર્યું હતું.