પુણેમાં રાતોરાત ચોરાઈ ગયું બસ સ્ટોપ! સોશ્યલ મીડિયા પર પોસ્ટર થયું વાયરલ
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
એટીએમ મશીન ચોરી થયું હોય કે, દુકાનમાંથી સામાન ચોરી થઈ જવાની બાબત સામાન્ય છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, આખેઆખું બસ સ્ટોપ ચોરાઈ ગયું હોય. હા, સાચી વાત છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં બસ સ્ટોપ ચોરાય જવાની બાબત લખી છે. સોશ્યલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં કોઈપણ વસ્તુ તાત્કાલિક વાયરલ થઈ જાય છે. બસ સ્ટોપ ચોરી થઈ હોવાની વાત કહેતું આ પોસ્ટર પણ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયું છે.
એક યૂઝરે બસ સ્ટોપ ચોરાયું હોવાનું પોસ્ટર શૅર કર્યું છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, કોઈએ પુણેમાં મારા વિસ્તારમાંથી આખું બસ સ્ટોપ ચોરી લીધું છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, દેવકી પેલેસના સામે સ્થિત બીટી કવાડમાં એક બસ સ્ટોપ ચોરી થઈ ગયું. હકીકતમાં આ ‘પુણે મહાનાગર પરિવહાન’ ની સંપત્તિ હતી. આ પોસ્ટરમાં વિસ્તારના સ્થાનીય લીડર/ સામાજિક કાર્યકર્તા પ્રશાંત મ્હાસ્કે દ્વારા કહેવામાં આવ્યા છે કે, જો કોઈપણ આ ચોરીથી સંબંધિત જાણકારી આપશે. તેને ઈનામમાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.
ADVERTISEMENT
Someone stole a freaking bus stop near my place, Pune from r/india
ટ્વીટર પર પણ આ પોસ્ટરની તસવીરો બહુ વાયરલ થઈ છે. લોકો આ ઘટનાને મજેદાર ગણાવી રહ્યાં છે.
Lols. Entire bus stop stolen in Pune. pic.twitter.com/B1YywqPJwy
— Jolene Fernandes (@joleneann123) October 16, 2020
જ્યાં આ કેસને મહત્તમ લોકોએ હંસી-મજાકમાં લીધો તો કેટલાક લોકોનું કહેવુ છે કે, બની શકે છે કે, અસલમાં આ ચોરીનો કેસ ન હોયને એક વ્યંગ્ય હોય. તેમણે એક જૂની ઘટનનો ઉલ્લેખ કરતા લખ્યુ છે કે, તો શું તમને લાગે છે કે, કોઈએ બસ સ્ટોપ ચોરી લીધુ હશે? 2 વર્ષ પહેલા ‘મનસે’ એ પણ આવુ જ એક પોસ્ટર લગાવ્યું હતુ, જેમાં તેમણે પોલીસ સ્ટેશન ચોર હોવાની વાત કહી હતી. કારણ કે, પોલીસ સ્ટેશનમાં કામમાં ન હતા.