રતલામનું દીનદયાલનગર પોલીસ-સ્ટેશન શણગારેલું હતું. ફુગ્ગાથી સ્ટેજ સજાવ્યું હતું. ખાખી વર્દી પહેરીને પોલીસ-કર્મચારીઓ દોડધામમાં હતા, કારણ કે ત્યાં મહિલા કૉન્સ્ટેબલ શાનુનો ખોળો ભરવાનો પ્રસંગ હતો
અજબગજબ
મહિલા કૉન્સ્ટેબલ શાનુનો ખોળો ભરવાનો પ્રસંગ હતો
રતલામનું દીનદયાલનગર પોલીસ-સ્ટેશન શણગારેલું હતું. ફુગ્ગાથી સ્ટેજ સજાવ્યું હતું. ખાખી વર્દી પહેરીને પોલીસ-કર્મચારીઓ દોડધામમાં હતા, કારણ કે ત્યાં મહિલા કૉન્સ્ટેબલ શાનુનો ખોળો ભરવાનો પ્રસંગ હતો. સ્ટેશન-ઇન્ચાર્જ રવીન્દ્ર દંડોતિયાએ પિતાની ભૂમિકા ભજવી હતી અને સાથી કર્મચારીઓ પરિવારના સભ્યો બની ગયા હતા. વાત એમ હતી કે મહિલા કૉન્સ્ટેબલ શાનુનું વતન અન્યત્ર છે, પણ નોકરી રતલામમાં કરે છે. ૨૦૧૨માં તેના પિતાનું નિધન થયું હતું એટલે પરિવારમાં માતા અને ભાઈ છે. પતિ રતલામમાં જ ટ્રાફિક-પોલીસમાં નોકરી કરે છે, પણ ડ્યુટી બીજે હતી એટલે તે પ્રસંગમાં હાજર નહોતો રહી શક્યો. સાસુ-સસરા પણ દૂર રહે છે એટલે માત્ર જેઠ આવ્યા હતા. પોલીસ-કર્મચારીઓએ શાનુની ખોળો ભરવાની વિધિ કરી અને ડીજેના તાલે ડાન્સ કરીને ઘર જેવું વાતાવરણ સર્જી દીધું હતું.