સોશ્યલ મીડિયામાં આવા લોકોની રીલ બહુ વાઇરલ થાય છે.
અજબગજબ
ફેમસ થવા ચાલુ બાઇકે પુશ-અપ્સ કર્યાં
આજકાલ લોકોને રીલ બનાવીને ફેમસ થવું છે, પણ પછી એવા ફેમસ થઈ જાય છે કે પોલીસ પકડીને લઈ જાય છે. સોશ્યલ મીડિયામાં આવા લોકોની રીલ બહુ વાઇરલ થાય છે. આવી એક રીલમાં બિહારનો એક યુવક ચાલુ બાઇક પર પુશ-અપ્સ કરતો હતો. બિહાર પોલીસે પણ આ વિડિયો જોઈને તરત જ કસરત શરૂ કરી દીધી અને વિડિયોના આધારે એ યુવકને શોધી રહી છે.