Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાપરે! કોકપિટમાંથી મળ્યો કોબ્રા, ઇમરજન્સી લેન્ડિંગ કરી બચવાયો મુસાફરોનો જીવ

બાપરે! કોકપિટમાંથી મળ્યો કોબ્રા, ઇમરજન્સી લેન્ડિંગ કરી બચવાયો મુસાફરોનો જીવ

Published : 06 April, 2023 05:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટના સોમવારે સવારે બની હતી. કેપ્ટને વર્સ્ટરથી નેઇલસ્ટર માટે ચાર મુસાફરો સાથે ઉડાન ભરી હતી. તેમણે ટાઇમલાઇવ વેબસાઇટને આ ઘટનાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હવાઈ મુસાફરી અને વિમાનો આજકાલ ખૂબ જ સમાચારોમાં છે. વારંવાર ફ્લાઇટમાં કોઈ અપ્રિય ઘટના બનતી રહે છે. હવે આવું જ કંઇક ફરી બન્યું છે. લોકો દક્ષિણ આફ્રિકા (South Africa)ના પાઇલટ રુડોલ્ફ ઇરેસ્મસના ફ્લાઇટ નિષ્ણાતોની પ્રશંસા કરી રહ્યા છે. વાત એમ છે કે તેમની ફ્લાઇટની કોકપિટમાં ખૂબ જ ઝેરીલો કોબ્રા (Cobra In Cockpit) મળી આવ્યો હતો. કોબ્રાને જોયા બાદ તેમણે ફ્લાઇટનું સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.


આ ઘટના સોમવારે સવારે બની હતી. કેપ્ટને વર્સ્ટરથી નેઇલસ્ટર માટે ચાર મુસાફરો સાથે ઉડાન ભરી હતી. તેમણે ટાઇમલાઇવ વેબસાઇટને આ ઘટનાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું.



તેમણે કહ્યું, “જ્યારે અમે સોમવારે સવારે પ્રીફ્લાઇટ કરી હતી, ત્યારે વર્સેસ્ટર એરફિલ્ડના લોકોએ અમને કહ્યું હતું કે તેમણે રવિવારે બપોરે એક કોબ્રાને પાંખની નીચે પડેલો જોયો હતો. તેમણે તેને જાતે પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એન્જિનના કાઉલિંગની અંદર ઘૂસી ગયો હતો.”


પાયલોટે કહ્યું કે, “જૂથે કાઉલિંગ ખોલ્યું, પરંતુ સાપ ત્યાં નહોતો તેથી તેમણે માની લીધું કે તે સરકી ગયો છે. હું સામાન્ય રીતે પાણીની બોટલ સાથે મુસાફરી કરું છું જે હું પ્લેનની બાજુની સાઇડ તરફ રાખું છું. મને પગ પાસે ઠંડકનો અહેસાસ થયો, ત્યારે મને લાગ્યું કે મારી બોટલ લીક થઈ રહી છે. હું મારી ડાબી તરફ વળ્યો અને નીચે જોયું કે, કોબ્રા મારી સીટની નીચેથી માથું બહાર કાઢે છે.”

તેમણે કહ્યું, "હું થોડા સમય માટે આઘાત પામ્યો, મેં વિચાર્યું કે મારે મુસાફરોને કહેવું જોઈએ કે નહીં, કારણ કે હું ગભરાટ પેદા કરવા માગતો ન હતો. શું થઈ રહ્યું છે તેની જાણ કરવી પણ જરૂર હતી. મેં કહ્યું, “સાંભળો, એક સમસ્યા છે. સાપ વિમાનની અંદર છે. મને લાગે છે કે તે મારી સીટ નીચે છે, તેથી આપણે શક્ય તેટલી વહેલી તકે વિમાનને ઉતારવું પડશે.”


ફ્લાઇટ વેલ્કમના એરપોર્ટની નજીક હતી, તેથી ઇરાસ્મસે જોહાનિસબર્ગમાં કંટ્રોલ ટાવર સાથે કટોકટીની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, "વિમાન બંધ થતાંની સાથે જ અમે બહાર આવવાનું શરૂ કર્યું. પાછળ ત્રણ મુસાફરો બહાર ગયા અને પછી મારી સાથે બેઠેલા મુસાફરો બહાર ગયા.”

આ પણ વાંચો: ઇજિપ્તનો સ્વિમર હાથકડી પહેરી ૭ માઇલ તર્યો, બનાવ્યો રેકૉર્ડ

તેમણે કહ્યું કે, “આખરે હું બહાર આવ્યો અને સીટને આગળ ખેચી ત્યારે મેં જોયું કે તે મારી સીટ નીચે જ બેઠો હતો. અમે નજીકના કેટલાક લોકોનો સંપર્ક કર્યો, જે સાપ પકડાનારને લઈ આવ્યા, પરંતુ તે પહોંચ્યા ત્યાં સુધીમાં, તે ફરીથી અંદર ગાયબ થઈ ગયો.”

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2023 05:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK