નાગરથપેટમાં રહેતા ૩૮ વર્ષના મંજુનાથે શહેરમાં ૫૦ ચોરી કરી હોવાનું પોલીસ માને છે. મંજુનાથની ચોરી કરવાની ટેક્નિક સાંભળીને પોલીસ પણ ચિકત થઈ ગઈ હતી.
અજબગજબ
મંજુનાથ
બૅન્ગલોર પોલીસે એક ચોરને પકડ્યો છે. નાગરથપેટમાં રહેતા ૩૮ વર્ષના મંજુનાથે શહેરમાં ૫૦ ચોરી કરી હોવાનું પોલીસ માને છે. મંજુનાથની ચોરી કરવાની ટેક્નિક સાંભળીને પોલીસ પણ ચિકત થઈ ગઈ હતી. મંજુનાથ ચોરી કરવા માટે કબૂતર ઉડાડતો હતો. જ્યાં પણ બંધ મકાન દેખાય ત્યાં કબૂતર છૂટાં મૂકી દેતો. પછી કબૂતર કોઈ જગ્યાએ બેસી જાય પછી કબૂતર લેવાના બહાને જતો અને મકાન બંધ હોય તો ચોરી કરી લેતો અને જો કોઈ સામે આવી જાય તો ‘મારાં કબૂતર લેવા આવ્યો છું’ કહીને ત્યાંથી જતો રહેતો. તે બંધ મકાનમાંથી ઘરેણાં અને રોકડની ચોરી કરતો અને થોડા સમય પછી પોતાના વતન હોસુરમાં જઈને વેચી દેતો. મંજુનાથ પહેલાં પણ પકડાઈ ગયો હતો, પણ છૂટ્યા પછી ફરી પાછો ચોરીના રવાડે ચડી ગયો હતો.