આ ઘટનાનો વિડિયો નિખિલ ગિરિ નામના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું.
લાઇફમસાલા
તાડોબાની માયા
માણસોને હવે જંગલમાં છૂટાં ફરતાં જંગલી પ્રાણીઓ જોવા જવાનું બહુ ગમવા લાગ્યું છે. એવામાં જંગલી પ્રાણીઓને પણ દર્શક માણસોની આદત પડવા માંડી હોય એવું લાગે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના તાડોબા નૅશનલ પાર્કમાં તળાવ પાસે પાણી પી રહેલો એક વાઘ સહેલાણીઓને જોઈને જાણે હેલો કહેવા હાથ હલાવતો હોય એવી મુદ્રામાં જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડિયો નિખિલ ગિરિ નામના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું, ‘કદી વાઘને ‘હાય’ કહેતો જોયો છે?’ આ વાઘ બીજું કોઈ નહીં પણ તાડોબાના સહેલાણીઓની પ્રિય વાઘણ માયા હોવાનું જાણવા મળ્યું હતું.