થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટનાનો વિડિયો એક ન્યુઝ-ચૅનલે ઑનલાઇન મીડિયા પર શૅર કર્યો છે
આઠ ફુટ લાંબો મગર
શ્રીલંકાના અનુરાધાપુર શહેરના હબરાનગામા ઉપનગરની એક વસાહતમાં અચાનક આઠ ફુટ લાંબો મગર જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટનાનો વિડિયો એક ન્યુઝ-ચૅનલે ઑનલાઇન મીડિયા પર શૅર કર્યો છે. વિડિયોમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ઑફિસર્સને સામાન્ય રીતે કોઈ જંગલી પ્રાણીના રેસ્ક્યુ ઑપરેશનમાં જે સમય લાગે છે એના કરતાં ઘણો વધારે સમય લાગ્યો હતો અને ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. મગરને પણ જાણે અહીંથી જવાની ઇચ્છા જ ન હોય એવું લાગતું હતું. મહામેહનતે એને રેસ્ક્યુ કરીને નજીકના નૅશનલ પાર્કમાં છોડી મૂકવામાં આવ્યો હતો.