Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડ્રિન્કર્સ કહે છે કે ટેઢા હૈ, પર હમારા હૈ

ડ્રિન્કર્સ કહે છે કે ટેઢા હૈ, પર હમારા હૈ

Published : 11 March, 2023 10:18 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ વિઝિટર્સનું ફેવરિટ એટલા માટે છે કે આ બિલ્ડિંગ ડાબી બાજુ નમેલું છે, એટલું જ નહીં, એના દરવાજા અને બારી પણ નમેલાં અને ટેઢાંમેઢાં છે

ડ્રિન્કર્સ કહે છે કે ટેઢા હૈ, પર હમારા હૈ

ડ્રિન્કર્સ કહે છે કે ટેઢા હૈ, પર હમારા હૈ


બ્રિટનનું એક વિચિત્ર પબ અત્યારે ખૂબ ચર્ચામાં છે, કેમ કે એ વેચાવા મુકાયું છે. વેસ્ટ મિડલૅન્ડ્સમાં હિમલેમાં ધ ક્રૂક્ડ હાઉસ પબમાં દુનિયાભરમાંથી લોકો આવે છે એનું કારણ એનું વિચિત્ર સ્ટ્રક્ચર છે.


એ વિઝિટર્સનું ફેવરિટ એટલા માટે છે કે આ બિલ્ડિંગ ડાબી બાજુ નમેલું છે, એટલું જ નહીં, એના દરવાજા અને બારી પણ નમેલાં અને ટેઢાંમેઢાં છે. આ પબની એક બાજુ બીજી બાજુ કરતાં એક મીટર નીચી છે. એટલું જ નહીં, પબ અંદરથી પણ વાંકુંચૂંકું છે. પબ સંપૂર્ણપણે ટેઢુંમેઢું છે.



જોકે પબનું ભવિષ્ય અનિશ્ચિત છે. ડ્રિન્કર્સને એ વાતનો ડર રહે છે કે એ પબ હંમેશ માટે બંધ થઈ જશે. ૧૭૬૫માં ફાર્મહાઉસ તરીકે સૌપ્રથમ આ સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને એ વાતની ચિંતા છે કે જો કોઈ બાયર નહીં મળે તો આ પૉપ્યુલર પબ બંધ થઈ જશે.


એક સ્થાનિક રહેવાસી ૬૪ વર્ષના ડેરિક મૅકકોનેલ કહે છે કે હું આ પબમાં છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધારે સમયથી ડ્રિન્ક કરું છું. આના જેવી બીજી કોઈ જગ્યા નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2023 10:18 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK