Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરિના દ્વારમાં આટલી ગંદકી? હર કી પૌડીમાં પ્લાસ્ટિકનો ઢગલો જોઈને લોકો રોષે ભરાયા

હરિના દ્વારમાં આટલી ગંદકી? હર કી પૌડીમાં પ્લાસ્ટિકનો ઢગલો જોઈને લોકો રોષે ભરાયા

24 May, 2024 04:58 PM IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો શૅર કરનારી વ્યક્તિએ લખ્યું હતું કે સરકાર બધું ન કરી શકે, પણ લોકોને એટલી સમજણ નથી કે તેમણે પ્લાસ્ટિક ડસ્ટબિનમાં નાખવું જોઈએ?

હર કી પૌડીમાં પ્લાસ્ટિકનો ઢગલો

લાઇફમસાલા

હર કી પૌડીમાં પ્લાસ્ટિકનો ઢગલો


ધર્મની નગરી કહેવાતા હરિદ્વારને લોકો કેટલું ગંદું કરી રહ્યા છે એ એક વાઇરલ વિડિયોમાં જોવા મળ્યું હતું. હર કી પૌડીનો આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિડિયો બુદ્ધપૂર્ણિમાના દિવસનો છે, જેમાં એક બાજુ લોકો ગંગા નદીમાં ડૂબકી લગાવીને પ્રાર્થના કરી રહ્યા છે અને બાજુમાં પ્લાસ્ટિકનો ઢગલો પડ્યો છે. વિડિયો શૅર કરનારી વ્યક્તિએ લખ્યું હતું કે સરકાર બધું ન કરી શકે, પણ લોકોને એટલી સમજણ નથી કે તેમણે પ્લાસ્ટિક ડસ્ટબિનમાં નાખવું જોઈએ?


એક યુઝરે આ વિડિયો જોઈને એવી કમેન્ટ કરી હતી કે લોકોને ગંગા નદીમાં બિલકુલ શ્રદ્ધા નથી, તેઓ માત્ર દેખાડો કરવા આવે છે. નાગરિકો શિષ્ટાચારમાં ઊણા ઊતરે છે. આપણે આપણી નદીઓને સાફ રાખવી જોઈએ.



હરિદ્વારમાં બુદ્ધમ શરણમ ગચ્છામિ


વિષ્ણુ ભગવાનના એક અવતાર તરીકે જન્મેલા ભગવાન બુદ્ધની જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે હરિદ્વાર, પ્રયાગરાજ અને વારાણસીમાં લોકોએ ગંગા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. હરિદ્વારમાં હર કી પૌડી પર આમેય પૂર્ણિમાનું સ્નાન વિશેષ મહત્ત્વ ધરાવતું હોવાથી ભક્તોનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 04:58 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK