આ પેઇન્ટિંગ જ્યૉર્જિયામાં સ્વેટિત્ખોવેલી કૅથીડ્રલની દીવાલ પર જોવા મળે છે
૧૦૦૦ વર્ષ જૂના પેઇન્ટિંગ
જીઝસ ક્રાઇસ્ટના એક હજાર વર્ષ જૂના પેઇન્ટિંગમાં યુએફઓ જોવા મળ્યા બાદ અનેક લોકો એલિયન્સનું અસ્તિત્વ હોવાનું માનવા લાગ્યા છે. આ પેઇન્ટિંગ જ્યૉર્જિયામાં સ્વેટિત્ખોવેલી કૅથીડ્રલની દીવાલ પર જોવા મળે છે. આ પ્રાચીન પેઇન્ટિંગમાં જીઝસ ક્રૉસ પર જોવા મળે છે, પરંતુ બૅકગ્રાઉન્ડમાં યુએફઓ હોય એમ જણાય છે.
એ વસ્તુ ત્રણ પગ ધરાવતા વિશાળ બટન જેવું દેખાય છે એટલું જ નહીં, પેઇન્ટિંગમાં એક માણસ એ ઊડતી રકાબી તરફ ઇશારો કરતો હોય એમ જણાય છે.
આ પ્રાચીન પેઇન્ટિંગના મૂળ અને આર્ટિસ્ટ્સ વિશે માહિતી મળી નથી. જોકે એમ માનવામાં આવી રહ્યું છે કે એ લગભગ એક હજાર વર્ષ જૂનું છે.

