કાકા ત્રણ મિનિટમાં ૩ કિલો ૩૭૫ ગ્રામ દહીં ખાઈ ગયા. અલબત્ત, તેમના નામે ૩ મિનિટમાં ૪ કિલો ૩૪૩ ગ્રામ દહીં ખાવાનો રેકૉર્ડ છે.
અજબગજબ
પટનામાં યોજાઈ દહીં ખાઓ પ્રતિયોગિતા
૨૦૧૬થી પટનામાં દર વર્ષે દહીં ખાવાની સ્પર્ધા યોજાય છે. દહીં ખાઓ અને ઇનામ મેળવો એવા નારા હેઠળ યોજાતી આ સ્પર્ધામાં જેહાનાબાદના પ્રણય શંકર કાંત નામના ૬૫ વર્ષના ભાઈનો જોટો જડે એમ નથી. ૨૦૧૬થી દર વર્ષે તેઓ જ જીતી રહ્યા છે. તેઓ દર વર્ષે વધુ ને વધુ દહીં ઝાપટે છે. જોકે આ વખતે તેઓ પોતાનો રેકૉર્ડ તોડી નથી શક્યા. અલબત્ત, તેમણે જેટલા કિલો દહીં ઝાપટ્યું એનાથી તેમણે દહીંસમ્રાટનું બિરુદ તો જાળવી જ રાખ્યું છે. આ વખતે કાકા ત્રણ મિનિટમાં ૩ કિલો ૩૭૫ ગ્રામ દહીં ખાઈ ગયા. અલબત્ત, તેમના નામે ૩ મિનિટમાં ૪ કિલો ૩૪૩ ગ્રામ દહીં ખાવાનો રેકૉર્ડ છે.