Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાત બાળકોનાં માતા-પિતાએ વધુ એક બાળક માટે પ્રયાસ કર્યો અને ઈશ્વરે મહેર કરી પાંચ બાળકોની

સાત બાળકોનાં માતા-પિતાએ વધુ એક બાળક માટે પ્રયાસ કર્યો અને ઈશ્વરે મહેર કરી પાંચ બાળકોની

Published : 16 February, 2023 12:19 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનું સૌથી નાનું સંતાન ૧૦ મહિનાનું છે

બ્રિટિશ પિતા વિન્સ ક્લાર્ક અને પૉલીશ માતા ડોમિનિકા

Offbeat News

બ્રિટિશ પિતા વિન્સ ક્લાર્ક અને પૉલીશ માતા ડોમિનિકા


બ્રિટિશ પિતા વિન્સ ક્લાર્ક અને પૉલીશ માતા ડોમિનિકાને સાત સંતાનો છે, જેમાં બે જોડિયાં બાળકોનો સેટ છે. તેમનું સૌથી નાનું સંતાન ૧૦ મહિનાનું છે. બન્નેએ વધુ એક બાળકને જન્મ આપવાનો નિર્ણય લઈને પ્લાનિંગ કર્યું, પણ કુદરતને તેમનું પ્લાનિંગ મંજૂર નહોતું. કુદરતે વધુ એક બાળકને બદલે આ દંપતીને એકસાથે પાંચ બાળકોની ભેટ આપી દીધી. આ યુગલ રવિવારે પોલૅન્ડના ક્રાકોની યુનિવર્સિટી હૉસ્પિટલમાં જન્મેલાં તેમનાં આ પાંચ બાળકોને ચમત્કાર ગણાવે છે. આ પાંચ બાળકોમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. 


આ પણ વાંચો: આ જોડિયા બહેનોએ તેમનો ૯૯મો જન્મદિન સાથે મનાવ્યો



ડોમિનિકા જણાવે છે કે અમને પાંચ સંતાન થવાની ઘટના વિરલ છે. લગભગ ૫.૨૦ કરોડ યુગલમાંથી એકને એકસાથે પાંચ બાળકો જન્મે છે. ગર્ભાવસ્થાના ૨૯મા અઠવાડિયે સિઝેરિયનથી જન્મેલાં આ પાંચ બાળકોનું વજન એક પાઉન્ડ ૯ ઔંસથી માંડીને ૩ પાઉન્ડ એક ઔંસ વચ્ચે છે. આ નવજાત શિશુને શ્વાસોચ્છ્વાસ માટે હજી સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે, પણ તેઓ સ્વસ્થ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 12:19 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK