જેમ બને એમ જલદીથી મારું ઘર છોડી જવા માગું છું. હું મારા પેરન્ટ્સથી કંટાળી ગઈ છું.
અજબગજબ
સ્ટુડન્ટે સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ.
જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)ની પરીક્ષાની તૈયારી કરી રહેલી ૧૬ વર્ષની એક ગર્લ સ્ટુડન્ટ બરાબર અભ્યાસ કરે છે કે નહીં એના પર નજર રાખવા માટે તેનાં મમ્મી-પપ્પાએ તેની રૂમમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવતાં તેણે રેડિટ નામની સોશ્યલ મીડિયા સાઇટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ કૅમેરા સાત મહિના પહેલાં લગાવવામાં આવ્યો હતો. મારાં મમ્મી-પપ્પા મારા પર નજર રાખવા માગે છે અને એનો વિરોધ હું કરી શકતી નથી.’
આ પોસ્ટમાં સ્ટુડન્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘કૅમેરાને કારણે મેં નવી રૂમમાં જવાનો નિર્ણય લીધો હતો, પણ એ નવી રૂમમાં પણ CCTV કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે. ૧૬ વર્ષની ઉંમરે મને ઘર છોડીને જતા રહેવાનું મન થાય છે.’
ADVERTISEMENT
આ છોકરીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ‘હું ૧૬ વર્ષની છોકરી છું અને JEEની તૈયારી કરી રહી છું. મારાં મમ્મી-પપ્પાએ મારી રૂમમાં ૭ મહિના પહેલાં CCTV કૅમેરા લગાવવાનું નક્કી કર્યું હતું. મને ગુસ્સો આવ્યો હતો, પણ હું એ સમયે કંઈ કરી શકી નહોતી. તેમણે કૅમેરા લગાવી દીધા અને મારા પર ચોવીસે કલાક નજર રાખતા હતા. થોડા સમય પહેલાં હું મારી રૂમમાં એમ વિચારીને શિફ્ટ થઈ કે ત્યાં કૅમેરા નહીં હોય, પણ જાણો છો શું થયું? તેમણે આ રૂમમાં પણ કૅમેરા લગાવી દીધો છે અને સૌથી ખરાબ બાબત એ છે કે હું એની સામે તેમની સાથે દલીલ પણ કરી શકતી નથી. હું જેમ બને એમ જલદીથી મારું ઘર છોડી જવા માગું છું. હું મારા પેરન્ટ્સથી કંટાળી ગઈ છું.’