સ્વજન ગયા પછી તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું ઊંડું મહત્ત્વ છે, પરંતુ કોઈ જીવિત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું એ તેના પારિવારિક અને સામાજિક બહિષ્કારનું પ્રતીક છે.
માતા-પિતાએ તેમની જીવતી દીકરીનું શ્રાદ્ધ કર્યું
પશ્ચિમ બંગાળના સોનાપુર ગ્રામપંચાયતમાં ગયા શનિવારે એક વિચિત્ર શ્રાદ્ધક્રિયાની વિધિ થઈ હતી જેમાં માતા-પિતાએ તેમની જીવતી દીકરીનું શ્રાદ્ધ કર્યું હતું. કારણ એ હતું કે દીકરીએ તેમની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ વાત પરિવાર અને ગ્રામજનોને મંજૂર નહોતી. દીકરીને ખૂબ સમજાવી છતાં તે પાછી ફરવા તૈયાર નહોતી. ભવિષ્યમાં ગામની બીજી કોઈ દીકરી આવું ન કરે એ માટે દાખલો બેસાડવા પેરન્ટ્સે દીકરીની અંતિમક્રિયા કરવાનું નક્કી કરી લીધું અને એમાં આખું ગામ જોડાયું હતું. મૃત્યુ સમયે જેમ લોકો પોક મૂકીને રડે એમ જ છાજિયા લેવાયા અને દીકરીને અયોગ્ય સંતાન જાહેર કરીને તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી. દીકરીનાં લગ્ન તેમને મંજૂર નથી એ દર્શાવવા માટે પ્રતીકાત્મક રીતે તેમણે આ પગલું ભર્યું હતું. સ્વજન ગયા પછી તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું ઊંડું મહત્ત્વ છે, પરંતુ કોઈ જીવિત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું એ તેના પારિવારિક અને સામાજિક બહિષ્કારનું પ્રતીક છે.

