તાજેતરમાં સાઉથ આફ્રિકામાં ફ્યુનેરેક્સ આફ્રિકા આ નેજા હેઠળ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે એક ખાસ પ્રકારની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું
Offbeat News
સાઉથ આફ્રિકામાં રેકૉર્ડ ૧૨૨ શબવાહિનીઓની પરેડ
કોઈ વ્યક્તિનું મરણ થાય ત્યારે પણ જાતજાતની વિધિઓ કરવામાં આવતી હોય છે. અન્ય નાના વ્યવસાયની જેમ એ પણ એક પ્રકારનો વ્યવસાય જ છે. તાજેતરમાં સાઉથ આફ્રિકામાં ફ્યુનેરેક્સ આફ્રિકા આ નેજા હેઠળ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે એક ખાસ પ્રકારની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે ૧૨૨ જેટલી શબવાહિનીઓ એકઠી થતા નવો વર્લ્ડ રેકૉર્ડ પણ નોંધાયો હતો. ક્યાલામી ગ્રાં પ્રિક્સ ટ્રૅક ખાતે આ સૌથી મોટી પરેડ યોજાઈ હતી. ભલે એક રીતે ગંભીર ગણાતા હોય પરંતુ સમગ્ર આફ્રિકાના અંતિમ સંસ્કારના ઉદ્યોગોના કામ કરનારાઓને એકસાથે લાવવાનો આ પ્રસંગ હતો. થડા સમય પહેલાં સાઉથ આફ્રિકાના મિડ્રેન્ડમાં ૪.૫૨૨ કિલોમીટરના ટ્રૅકમાં કુલ ૧૨૨ આ પ્રકારનાં વાહનો ભેગાં થયાં હતાં.
ડ્રાઇવર ટ્રેઇનિંગ કંપની માસ્ટરડ્રાઇવ દ્વારા ડ્રાઇવરોનાં લાઇસન્સ તપાસવામાં આવ્યાં હતાં તેમ જ એમના કાંડા પર તથા કાર પર પીળા રંગનાં સ્ટિકર લગાડવામાં આવ્યાં હતાં, જેથી કુલ કેટલાં વાહનો આ પરેડમાં ભેગાં થયાં એના વિશે જાણકારી મળી શકે. ફ્યુનેરેક્સને ૧૩૭ જેટલી શબવાહિનીએ એકઠી થશે એવી આશા હતી, પરંતુ માત્ર ૧૨૩ ગાડીઓ જ લાઇનમાં ઊભી હતી જે પૈકી એક બગડી ગઈ હતી. એમાં કાળા રંગથી માંડી સફેદ રંગની કાર પણ હતી. કેટલીક મોટી કંપનીઓ પાસે આવી ૨૦થી વધુ પણ શબવાહિનીઓ હતી. સાઉથ આફ્રિકામાં કોરોનાકાળ દરમ્યાન આ વ્યવ્યસાય વાર્ષિક ૧૨ ટકાના ધોરણે વધ્યો હતો.