તેમણે ઉપાય જણાવતાં કહ્યું કે ‘તમારા વીજળીના મીટર પર આંગળીથી ‘ઝમ-ઝમ’ લખવાનું રાખો, એનાથી બિલમાં ઘટાડો જરૂર થશે.’
પ્રતીકાત્મક તસવીર
જો ઇલેક્ટ્રિસિટીનું બિલ વધુ આવતું હોય તો કઈ રીતે વીજળીનો વપરાશ ઘટાડી શકાય એના વિકલ્પ આપે, પણ પાકિસ્તાનમાં એક ટીવી-ચૅનલ પર આઝાદ જમીલ નામના મૌલાના લોકોને અનોખો રસ્તો સૂચવે છે. કરાચીના એક માણસે મૌલાનાને પૂછ્યું કે ‘વીજળીનું બિલ બહુ વધારે આવે છે એનો કોઈ ઉપાય બતાવોને.’ ત્યારે તેમણે ઉપાય જણાવતાં કહ્યું કે ‘તમારા વીજળીના મીટર પર આંગળીથી ‘ઝમ-ઝમ’ લખવાનું રાખો, એનાથી બિલમાં ઘટાડો જરૂર થશે.’

