પાકિસ્તાન ઑટોમોટિવ મૅન્યુફૅક્ચરર અસોસિએશન કહે છે કે પાકિસ્તાનમાં ગયા વર્ષે ૨૦૨૩માં માત્ર ૩૦,૬૬૨ કાર વેચાઈ હતી.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
પાકિસ્તાનમાં મોંઘવારી એટલી છે કે મધ્યમ વર્ગના લોકો પાસે ઘઉંનો લોટ ખરીદવાના પણ પૈસા નથી હોતા ત્યાં કાર ખરીદવાનું તો સપનું જ ગણાય. એમાંય ભારત સાથેની સરખામણીમાં તો ઊડીને આંખે વળગે એટલું અંતર જોવા મળે. ભારતમાં જે કાર ૪ લાખ રૂપિયામાં વેચાય છે એ ત્યાં ૩૦ લાખ રૂપિયામાં વેચાય છે. કારની આટલીબધી કિંમત હોવાથી પાકિસ્તાનમાં એક વર્ષમાં જેટલી કાર વેચાય છે એટલી કાર દિલ્હીમાં ૧૫ દિવસમાં વેચાઈ જાય છે. પાકિસ્તાન ઑટોમોટિવ મૅન્યુફૅક્ચરર અસોસિએશન કહે છે કે પાકિસ્તાનમાં ગયા વર્ષે ૨૦૨૩માં માત્ર ૩૦,૬૬૨ કાર વેચાઈ હતી. દિલ્હીમાં ૨૦૨૩માં ૬.૫ લાખથી વધુ કાર વેચાઈ હતી એટલે કે દિલ્હીમાં ગયા વર્ષે દરરોજ ૧૮૦૦ જેટલી કાર વેચાઈ હતી. આ ગણિત પ્રમાણે દિલ્હીમાં ૧૫ દિવસમાં થયેલા સેલિંગ જેટલું સેલિંગ પાકિસ્તાનમાં આખા વર્ષમાં થયું હતું.