યુવી પંડિત પોતે તો નશામાં ચૂર હતો જ અને ગલૂડિયાને પણ બિઅર પીવડાવ્યો હતો. કેટલાય પ્રાણીપ્રેમીઓએ પગલાં લેવાની માગણી કરી છે અને એક પશુપ્રેમી રિષભ સક્સેનાએ સિકંદરા પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
અજબગજબ
એક યુવાને રીલ બનાવવા માટે નાનકડા ગલૂડિયાને બિઅર પીવડાવી
રીલ બનાવવા માટે લોકો રીતસરનું ગાંડપણ કરી રહ્યા હોય તેવી ઘટના બની રહી છે. થોડા દિવસ પહેલાં એક યુવકે ૧૦ મીટર ઊંચા સાઇનબોર્ડ પર લટકીને પુશ-અપ્સ કરતી રીલ બનાવી હતી અને હવે આગરામાં એક યુવાને રીલ બનાવવા માટે નાનકડા ગલૂડિયાને બિઅર પીવડાવી દીધો હતો. પ્રાણીપ્રેમીઓ તો આ યુવક સામે પગલાં લેવાની માગણી કરી જ છે પણ એ સિવાયના લોકો પણ ગુસ્સે થયા છે. સ્ટ્રીટ ડૉગ માટે કામ કરતી કેસ્પર હોમનાં સંચાલિકા વિનીતા અરોરાએ કહ્યું કે શાસ્ત્રીપુરમના યુવી પંડિત અને સુમિત વર્માએ ૩૦ સપ્ટેમ્બરે આ વિડિયો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો. યુવી પંડિત પોતે તો નશામાં ચૂર હતો જ અને ગલૂડિયાને પણ બિઅર પીવડાવ્યો હતો. કેટલાય પ્રાણીપ્રેમીઓએ પગલાં લેવાની માગણી કરી છે અને એક પશુપ્રેમી રિષભ સક્સેનાએ સિકંદરા પોલીસ-સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી દીધી છે.