Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ માછલી છે આંગળીના નખ જેટલી, પરંતુ અવાજ કરે છે જેટ એન્જિન જેટલો

આ માછલી છે આંગળીના નખ જેટલી, પરંતુ અવાજ કરે છે જેટ એન્જિન જેટલો

Published : 14 June, 2024 02:27 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ મિલીમીટર જેટલી લંબાઈ એટલે કે માણસના નખ કે એક વેઢા જેટલી સાઇઝની આ માછલીનો લાઉડેસ્ટ સાઉન્ડ ૧૪૦ ડેસિબલ જેટલો નોંધાયો છે.

ઑફિશ્યલી ફિશ

અજબ ગજબ

ઑફિશ્યલી ફિશ


ડૅનિયોનેલા સેરેબ્રમ નામની પ્રજાતિની માછલીઓ ૧૯૮૦ના દાયકામાં વૈજ્ઞાનિકોને મળી આવેલી, પરંતુ ૨૦૨૧માં આ પ્રજાતિને ઑફિશ્યલી ફિશ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી હતી. આ માછલીઓનું કદ એટલું નાનું છે કે એ પાણીમાં કોઈ ખૂણે તરતી હોય તો નજરે પણ ન ચડે, પરંતુ અવાજ કરે ત્યારે એ એટલો લાઉડ હોય છે જાણે જેટ એન્જિનની ઘરઘરાટી થઈ રહી હોય. ૧૨ મિલીમીટર જેટલી લંબાઈ એટલે કે માણસના નખ કે એક વેઢા જેટલી સાઇઝની આ માછલીનો લાઉડેસ્ટ સાઉન્ડ ૧૪૦ ડેસિબલ જેટલો નોંધાયો છે. જર્મનીના સેન્કન્બર્ગ નૅચરલ હિસ્ટરી કલેક્શનના માછલીઓના નિષ્ણાત ડૉ. રાલ્ફ બ્રિટ્સનું કહેવું છે કે જ્યારે આ માછલીને કોઈ થ્રેટ ફીલ થાય ત્યારે એ એટલો જોરથી અવાજ કરે છે જાણે ૧૦૦ મીટરના અંતરેથી કોઈ જેટ એન્જિન ટેક-ઑફ કરતું હોય.


સામાન્ય રીતે માછલીઓ ખૂબ શાંત ક્રીએચર ગણાતી હોય છે, પણ આ સૌથી લાઉડેસ્ટ ફિશ છે. અલબત્ત, જળચર પ્રાણીઓમાં લાઉડેસ્ટ ક્રીએચર એક ખાસ પ્રકારના જિંગા હોય છે જેનો અવાજ ૨૫૦ ડેસિબલ જેટલો લાઉડ હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 02:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK