106 વર્ષના દાદીએ કહ્યું લાંબુ જીવવું હોય તો સિંગલ રહો
106 વર્ષના દાદીએ કહ્યું લાંબુ જીવવું હોય તો સિંગલ રહો
સ્વસ્થ શરીર-મન સાથે જીવનમાં ૧૦૦ વર્ષનો આંકડો પાર કરવો એ જબરજસ્ત મોટો માઇલસ્ટોન છે. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં લુઇસ સિગ્નોર નામનાં દાદીમાએ બુધવારે એટલે કે ૩૧ જુલાઈએ તેમનો ૧૦૭મો જન્મદિવસ ઊજવ્યો હતો. પિન્ક ડ્રેસમાં હજીયે યંગ અને ફ્રેશ દેખાતાં લુઇસની બર્થડે પાર્ટીમાં જ્યારે તેમને લાંબી આવરદાનું રાઝ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહેલું, ‘મને લાગે છે કે મારા લાંબા આયુષ્ય પાછળનું કારણ એ છે કે મેં લગ્ન નથી કર્યાં. હું રોજ હેલ્ધી ફૂડ લઉં છુ. લગ્ન ન કર્યા હોવાથી મને પતિની કોઈ ચિંતા નથી કરવી પડી. હા, બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવાની ગોળી લેવી પડે છે, પણ એ સિવાય નૉર્મલ લાઇફ છે.’
આ ઉંમરે પણ ચાલવા માટે તેમને કોઈના સહારાની જરૂર નથી. પોતાનું શૉપિંગ જાતે જ કરવા જાય છે અને ગાર્ડનમાં ફરવાનું કે રેસ્ટોરાંમાં જમવા જવાનું પણ તેઓ એકલાં જ એન્જૉય કરતા હોય છે.