છ કરોડ વર્ષ પહેલાં અદૃશ્ય થઈ ગયેલો પ્લાન્ટ યુરોપમાં ફરી જોવા મળ્યો
અદૃશ્ય થઈ ગયેલો પ્લાન્ટ
યુરોપમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વારંવાર વાતાવરણમાં ગરમી વધી જવાની સમસ્યા ઊભી થઈ છે. એ ક્લાઇમેટ ચેન્જની કુદરતી પ્રક્રિયાને અનુસરતાં કુદરતે પણ અલગ પ્રતિક્રિયા દર્શાવવા માંડી છે. તાજેતરમાં યુરોપના હીટ વેવની વ્યાધિ સહન કરતા દેશો, ખાસ કરીને બ્રિટનના ખેડૂતો અને બાગાયતકારોએ ચોક્કસ પ્રકારનો છોડ જોયો. સાયકૅડ્સ નામનો એ છોડ લુપ્ત થયેલી વનસ્પતિ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. એ છોડ ૬ કરોડ વર્ષ પહેલાં એટલે કે ડાયનાસૉર્સ અસ્તિત્વમાં હતા ત્યારે હતો. ત્યાર પછીની સદીઓમાં એ પૃથ્વી પરથી લુપ્ત થયો હતો. સાયકૅડ્સ નર અને માદા બન્ને પ્રજાતિનાં હોય છે. ઇંગ્લૅન્ડના આઇલ ઑફ વ્લાઇટ્સ નામના ટાપુના વેન્ટર બોટનિકલ ગાર્ડન જેવાં કેટલાંક સ્થાનો પર સાયકૅડ્સ રિવુલ્ટાની ખેતી-બાગાયતી પણ શરૂ કરવામાં આવી છે.

