જપાનના કૃષિ, વન અને મત્સ્ય વ્યવસાય ખાતાના પાંચેક દાયકાના પ્રયાસથી મિયાઝાકી પ્રાંતમાં દેવદારનાં વૃક્ષોનું અનોખું વન વિકસાવી શકાયું છે
જપાનનું વર્તુળાકાર વન
જપાનના કૃષિ, વન અને મત્સ્ય વ્યવસાય ખાતાના પાંચેક દાયકાના પ્રયાસથી મિયાઝાકી પ્રાંતમાં દેવદારનાં વૃક્ષોનું અનોખું વન વિકસાવી શકાયું છે. એ ક્ષેત્રની વિમાનમાંથી લેવાયેલી તસવીરમાં વર્તુળાકાર સ્થિતિમાં હરિયાળાં વૃક્ષો ગોઠવાયેલાં જોવા મળે છે. વૃક્ષોને સરસ રીતે ડિઝાઇન કે કોરિયોગ્રાફ કરેલાં હોય એવી રળિયામણી તસવીરો ત્રણ વર્ષ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયા પછી એવી વાઇરલ થઈ છે કે હજી સુધી લોકોને એનું જબ્બર આકર્ષણ છે. ૧૯૭૩થી પદ્ધતિસર રીતે પરિશ્રમ કરીને આ રીતે દેવદારનું વન વિકસાવવામાં આવ્યું છે. દરેક વૃક્ષને સંતોષકારક રીતે સૂર્યપ્રકાશ અને પોષક દ્રવ્યો મળી રહે એવી જોગવાઈ સહિત ઝીણીઝીણી બાબતોનો ખ્યાલ રાખવામાં આવતો હતો.