ચીનમાં આવી છે લાકડાની બનેલી સૌથી ઊંચી ૨૪ માળની ઇમારત
આ છે લાકડાની ઈમારત
આર્કિટેક્ટ સુઈ હૅન્ગની ડિઝાઇન પર ચીનના ગુઇઝોઈ પ્રાંતના યિન્ગશાન શહેરમાં એક સંપૂર્ણપણે લાકડાની ઇમારત બની છે. ૯૯.૯ મીટરની હાઇટ ધરાવતી આ બિલ્ડિંગને ત્રણ કારણોસર ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ દુનિયાની પહેલી લાકડાની બહુમાળી છે. બીજું એ સૌથી ઊંચી છે અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ પણ ખાસ છે. બે વર્ષના ગાળામાં આ બિલ્ડિંગ બની હતી. ૨૪ માળની બિલ્ડિંગમાં દેવદારનું લાકડું વાપરવામાં આવ્યું છે. એમાં ૧૫૦થી વધુ રૂમો છે.