Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને 4 કલાકમાં લગ્ન પણ કરી લીધાં

પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને 4 કલાકમાં લગ્ન પણ કરી લીધાં

Published : 11 October, 2019 10:45 AM | IST |

પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા અને 4 કલાકમાં લગ્ન પણ કરી લીધાં

પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા આ કપલ

પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા આ કપલ


આટલી ઝટ મંગની અને પટ બ્યાહ કદાચ વિદેશોમાં થતા હશે, પણ ભારતના લોકો માટે થોડીક નવાઈની વાત છે. સોશ્યલ મીડિયા પર દોસ્ત બનેલા સુદીપ અને પ્રતિમા દુર્ગા પૂજાના પંડાલમાં પહેલી વાર મળ્યા હતા. પહેલી જ નજરે એકમેકના પ્રેમમાં પડી ગયા અને મળ્યાના ચાર કલાકમાં તો તેમણે લગ્ન પણ કરી લીધાં. હા, તેમણે માત્ર ચાર કલાકની ઓળખાણમાં લગ્ન કરી લીધાં છે એમ કહેવું ખોટું ગણાશે કેમ કે તેઓ સોશ્યલ મીડિયા પર ત્રણ મહિનાથી દોસ્તી ધરાવતા હતા. હિન્દમોટર વિસ્તારમાં રહેતો સુદીપ ઘોષાલ શિવડાફુલીની પ્રતિમા બેનર્જી ત્રણ મહિનાની ઑનલાઇન દોસ્તી બાદ પહેલી વાર દુર્ગા પૂજાના પંડાલમાં મળ્યા હતા.


આ પણ વાંચો : કલાકારે 440 જોડી સૅન્ડલથી ઘરને સજાવ્યું



પહેલી જ મુલાકાતમાં બન્ને એકમેકમાં એવા ખોવાઈ ગયા કે તેમના દોસ્તો પણ જોતા રહી ગયા. સુદીપે બધાની વચ્ચે જ પ્રતિમાને પ્રપોઝ કર્યું. બહેને હા પાડી દીધી અને ઉતાવળ તો એટલી કે પ્રતિમાને લઈને સુદીપ પોતાના ઘરે ગયો અને નજીકના દુર્ગાપંડાલમાં અડધી રાતે જ લગ્ન કરી લીધાં.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2019 10:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK