આ જેલમાં કેદીઓ જ બને છે રેડિયો-જૉકી
આ જેલમાં કેદીઓ જ બને છે રેડિયો-જૉકી
જેલમાં સજા કાપી રહેલા કેદીઓમાં પણ સર્જનાત્મકતા હોઈ શકે છે. કેદીઓને મનોરંજન આપવા તેમ જ રચનાત્મક બનાવવા માટે તેલંગણના જેલ વિભાગે રાજ્યભરની જેલોમાં એફએમ રેડિયોની શરૂઆત કરી છે. અહીં રેડિયો-જૉકીની ભૂમિકા પણ કેદીઓ જ નિભાવે છે. કેદીઓમાં સુધાર અને પુનર્વસન થાય એ માટે આ ખાસ યોજના છે જેમાં કેટલાક પસંદગી પામેલા કેદીઓને એફએમ રેડિયો-સ્ટેશન અંતર્વાણી ચલાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કેદીઓ પણ રેડિયો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે જે તેમને ડિપ્રેશનથી બચાવે છે. રેડિયો સ્ટેશનોનું સંચાલન કરતા કેદીઓ જેલના ટાઇમ-ટેબલની પણ જાહેરાત કરતા રહે છે. એ ઉપરાંત દેશભક્તિ, ભક્તિસંગીત અને લોકગીતો રેડિયો પર વગાડવામાં આવે છે. જેલના અધિકારીઓનું કહેવું છે કે અમારો ઉદ્દેશ કેદીઓમાં સુધાર આવે અને તેમનું પુનર્વસન સરળ બને એ છે. જેલમાંથી છૂટીને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી શકે અને અહીંથી સજ્જન બનીને નીકળે. આ જ હેતુથી જેલમાં રેડિયોની સુવિધા શરૂ થઈ છે.
આ પણ વાંચો : 83 વર્ષનાં માજીએ લગ્ન કર્યાં છે તેનાથી 40 વર્ષ નાના મુરતિયા સાથે
પહેલી વાર હૈદરાબાદની જેલમાં અને પછી વારંગલના કેન્દ્રીય કારાગારમાં આ સુવિધા શરૂ થઈ હતી.