લગ્નના ફોટોશૂટમાં યુગલે સિંહના બચ્ચા સાથે પોઝ આપીને વિવાદ વહોર્યો
કપલ
આજકાલ લગ્નના ફોટોશૂટમાં પાળેલાં પ્રાણીઓ સાથે ફોટો પડાવવાનું ચલણ વધ્યું છે, પરંતુ જો એ પાળેલું પ્રાણી સિંહનું બચ્ચું હોય તો? જંગલનો રાજા કોઈકના ઘરે બંધનમાં થોડો રહે?
જોકે તાજેતરમાં જેએફકે ઍનિમલ રેસ્ક્યુ ઍન્ડ શેલ્ટરે એના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો છે જેમાં યુગલે સિંહના એક બચ્ચાની આક્રમકતા ગુમાવી દીધા પછી એની સાથે લગ્નનો પોઝ આપ્યો છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના લાહોરના એક સ્ટુડિયોમાં કરાયેલા આ ફોટોશૂટને કારણે આ યુગલ ભારે ટીકાનો ભોગ બન્યું છે. જોકે તેમનું કહેવું છે કે તેઓ ફોટોશૂટ માટે પહોંચ્યાં ત્યારે સિંહનું બચ્ચું ત્યાં જ હતું અને એથી જ તેમણે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટના ફોટો તત્કાળ વાઇરલ થયા હતા તથા પ્રાણીઓના હક માટે લડતા ઍક્ટિવિસ્ટોએ તેમના પર ટીકાનો મારો ચલાવતાં સિંહના આ બચ્ચાને બચાવવા અપીલ કરી છે.
સ્ટુડિયો અફઝલે આ ફોટોશૂટ કરાવનાર યુગલના ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. જોકે પછીથી ટીકાઓને કારણે ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લૅટફૉર્મ પરથી એને દૂર કર્યા હતા.

