ગૂગલ પર ભિખારી શબ્દ ટાઇપ કરો તો ઇમરાન ખાનની તસવીરો આવે છે !
ઇમરાન ખાન
ગૂગલ પર ઇન્ડિયન સોશ્યલ મીડિયા યુઝર્સને મજા પડી ગઈ છે કેમ કે એના સર્ચ એન્જિનમાં ભિખારી શબ્દ ટાઇપ કરવામાં આવે તો પાકિસ્તાની પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનની તસવીરો સામે આવે છે. આ શબ્દ વિશે સર્ચ કરતાં હાથમાં વાટકો લઈને ભિક્ષુક જેવી જ હાલમાં બેઠેલા ઇમરાન ખાનના એડિટેડ ફોટોગ્રાફ્સ સામે આવે છે. ઇન્ટરનેટ યુઝર્સ આ વાતની મજા લઈ રહ્યા છે. અલબત્ત, આ ફોટો ફોટોશૉપની કરામતથી એડિટ કરીને બનાવાયો છે. આ જ કારણોસર લોકો ઇમરાન ખાન અને પાકિસ્તાનની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પહેલાં પાકિસ્તાનની જ સરકારી ટીવી ચૅનલ પી ટીવી પર પણ આવો જ છબરડો થયો હતો. ઇમરાન ખાનના ભાષણનું લાઇવ પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે બીજિંગ શબ્દને બદલે બેગિંગ શબ્દ લખાઈ આવ્યો હતો અને લગભગ ૨૦ સેકન્ડ સુધી એ સ્ક્રીન પર રહ્યો હતો. એ વખતે પણ લોકોએ મજાક ઉડાવવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એ વખતે પી ટીવીએ માફી પણ માગી હતી.
આ પણ વાંચો : જમ્મૂ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ સેવા ફરી બંધ
હવે સમજવાની વાત એ છે કે ગૂગલના સર્ચ એન્જિનની ખાસિયત સમજવા જેવી છે. અહીં જે શબ્દ વારંવાર સર્ચ થતો હોય એ લોકપ્રિય કૅટેગરીમાં આપોઆપ મુકાઈ જાય છે. આ પહેલાં ઇડિયટ શબ્દ ટાઇપ કરવાથી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઇમેજ ગૂગલ પર જોવા મળતી હતી.