આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે
આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે
કલાકારો તો અળવીતરા અને તરંગી જ હોય, પરંતુ બેલારુસની નાદિયા મૅટિએવ્સ્કેયા નામની કન્યા તો કંઈક વધુપડતી જ અતરંગી છે. આ બહેન પેઇન્ટિંગ કરે છે પણ એ માટે બ્રશ નહીં, પોતાનાં બ્રેસ્ટ્સનો ઉપયોગ કરે છે. નાદિયા ટ્રેઇન્ડ પેઇન્ટર નથી. તેને તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કરીઅર બનાવી છે.
ADVERTISEMENT
જોકે છેલ્લા એક-દોઢ વર્ષથી તેણે સાવ જ હટકે પેઇન્ટિંગની શરૂઆત કરી છે. તે પોતાના જ બૉડી પર અલગ-અલગ રંગો લગાવી દે છે અને પછી કૅન્વસ પોતાના બૉડી સાથે વીંટાળીને એમાંથી ચિત્રોનું નિર્માણ કરે છે.
તે પેઇન્ટિંગ શીખવા ગયેલી ત્યારે તેના એક ટીચરે તેને બ્રેસ્ટ્સનો ઉપયોગ કરીને પેઇન્ટ કરવાનું અસાઇન્મેન્ટ આપેલું.
આ પણ વાંચો : રોજ ચાર અજનબીઓ સાથે દોસ્તી કરે છે આ ભાઈ, 4 વર્ષમાં 2800 દોસ્તો બનાવ્યા
નાદિયાએ એ અસાઇન્મેન્ટ તો પૂરું કર્યું જ પણ પછી તેને એમાં જ મજા આવવા લાગી એટલે તેણે એને જ પોતાની આગવી સ્ટાઇલ બનાવી દીધી. નવાઈની વાત એ છે કે તેનાં પેઇન્ટિંગ્સ પણ હવે તો ચપોચપ વેચાવાં લાગ્યાં છે.