બહામાનો સૌથી મોટો ટાપુ 1.42 અબજ રૂપિયામાં વેચવાનો છે
ટાપુ
ઍટલાન્ટિક મહાસાગરમાં દક્ષિણ અમેરિકાની ઉત્તરે અને મધ્ય અમેરિકાની પૂર્વ દિશામાં કૅરિબિયન વેસ્ટ ઇન્ડીઝ ટાપુ સમૂહમાં એક ટાપુ વેચાવા કાઢ્યો છે. એની કિંમત ૧૯.૫ મિલ્યન ડૉલર (અંદાજે ૧.૪૨ અબજ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. ૭૩૦ એકરનો વ્યાપ ધરાવતા ટાપુનો ઝાઝો વિકાસ થયો નથી, પરંતુ કિનારે ઘણી બધી યૉટ્સ ઊભી રહી શકે એટલું ઊંડું પાણી છે. ઊબડખાબડ જમીન ધરાવતા એ ટાપુના રેતાળ બીચ અને નારિયેળીનાં વૃક્ષો ઘણાં રમણીય અને આકર્ષક છે. લગભગ ૬ માઇલ લાંબો દરિયાકાંઠો છે. ટાપુના વેચાણની બિડ ૨૬ માર્ચે ખૂલશે. એને માટે એક લાખ ડૉલર (અંદાજે ૭૩ લાખ રૂપિયા) ડિપોઝિટ તરીકે ભરવાના રહેશે.

