હરિયાણામાં ડૉક્ટરો દરદીને MRI મશીનમાં મૂકીને બહાર કાઢવાનું ભૂલી ગયા!
ડૉક્ટર દર્દીને MRI મશીનમાંથી કાઢવાનું ભૂલી ગયા
હરિયાણાના પંચકૂલા સેક્ટર-૬ની જનરલ હૉસ્પિટલમાં ચાલી રહેલા એમઆરઆઇ ઍન્ડ સીટી સ્કૅન સેન્ટરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બાવીસમી સપ્ટેમ્બરે સાંજે ૫૯ વર્ષના વૃદ્ધ રામમેહર જ્યારે પોતાનું ચેકઅપ કરાવવા હૉસ્પિટલ ગયા તો ડૉક્ટરોએ તેમને સ્કૅનિંગ કરાવવા એમઆરઆઇ મશીનમાં મોકલ્યા, પરંતુ બહાર કાઢવાનું જ ભૂલી ગયા.
પોલીસે વૃદ્ધના કહ્યા પ્રમાણે ફરિયાદ નોંધી કે તેમણે બહાર નીકળવા માટે ખૂબ જોર અજમાવ્યું, પરંતુ બેલ્ટથી બાંધેલા હોવાથી તેઓ મશીનમાંથી બહાર ન નીકળી શક્યા. જ્યારે મશીનની અંદર શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું એટલે રામમેહરને લાગ્યું કે તેઓ બહાર નીકળશે નહીં તો તેમનું શ્વાસ રૂંધાવાથી મોત થશે એટલે તેમણે છેલ્લી વખત એવું જોર લગાવ્યું અને બેલ્ટ ખૂલી ગયો.
રામમેહરે સરકારી કર્મચારીઓની ગંભીર બેદરકારીની ફરિયાદ હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વીજ, ડીજી હેલ્થ ડૉ. સૂરજભાણ કમ્બોજ, સેક્ટર-૫ પોલીસ-સ્ટેશનમાં કરી છે, જેમાં તેમણે એમ લખ્યું કે જો હું ૩૦ સેકન્ડમાં બહાર આવી ન શક્યો હોત તો મારું મોત નક્કી હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : બાવીસ વર્ષની યુવતીની આંખમાંથી રોજ નીકળે છે ક્રિસ્ટલનાં 50 આંસુ
હૉસ્પિટલ-મૅનેજમેન્ટનું કહેવું છે કે ટેક્નિશ્યને જ દરદીને બહાર કાઢ્યો. જોકે સીસીટીવી કૅમેરા ફુટેજ ચેક થઈ રહ્યાં છે. સેન્ટર-ઇન્ચાર્જ અમિત ખોખરે કહ્યું કે મેં ટેક્નિશ્યન સાથે વાત કરી છે, પેશન્ટનું ૨૦ મિનિટ સ્કૅન હતું. ટેક્નિશ્યને છેલ્લી ૩ મિનિટની સીક્વન્સ લેવાની હતી, પણ છેલ્લી બે મિનિટ રહી ગઈ હતી. દરદીને પૅનિક ક્રીએટ થયું અને તેઓ હલવા લાગ્યા હતા. તેમને હલવા માટે ના પાડી હતી, પણ એ દરમ્યાન ટેક્નિશ્યને જોયું કે દરદી અડધા બહાર આવી ગયા હતા.