ડરો, ડરાવો, મોજ મનાવો
હેલોવીન ફેસ્ટિવલ
પશ્ચિમના દેશોમાં બહુપ્રચલિત એવો હેલોવીન ફેસ્ટિવલ હવે ઢૂંકડો છે ત્યારે અમેરિકામાં ખાસ ડરામણો થીમ પાર્ક તૈયાર થયો છે. નેવાડાના લાસ વેગાસમાં આવેલા આ થીમ પાર્કમાં ફ્રાઇટ રાઇડમાં આ વખતે કોરોના થીમની રાઇડ્સ તૈયાર કરવામાં આવી છે. ૭૫,૦૦૦ સ્ક્વેર ફુટમાં પથરાયેલા આ પાર્કમાં કોરોનાની રિસર્ચ લૅબ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. ક્યાંક કોઈક ડરામણા પિગની સાથે ટેસ્ટ ટ્યુબ લઈને બેઠેલું જણાય છે તો ક્યાંક કોઈ કાળમુખા કોરોનાને ડરાવતો માહોલ દેખાય છે.

