ડિલિવરી પછી 30 જ મિનિટમાં હૉસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા
ડિલિવરી પછી 30 જ મિનિટમાં હૉસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા
ઇથિયોપિયામાં રહેતી ૨૧ વર્ષની અલ્માઝ ડેરેસી નામની યુવતી પ્રેગ્નન્ટ હતી અને તેને આશા હતી કે પરીક્ષા પૂરી થયા પછી જ તેને ડિલિવરી આવશે, પરંતુ રમઝાનની રજાઓને કારણે સેકન્ડરી સ્કૂલની પરીક્ષાઓ સ્થગિત થઈ ગઈ હતી. નવા ટાઇમ-ટેબલ મુજબ તેની પરીક્ષા સોમવાર એટલે કે ૧૧ જૂનથી શરૂ થઈ હતી. આ તારીખ તેની પ્રસૂતિની તારીખથી બહુ નજીક હતી. થયું પણ એવું જ કે મંગળવારે પેપર શરૂ થાય એ પહેલાં જ તેને લેબર પેઇન ઊપડ્યું હતું.
આ પણ વાંચો : બર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાયેલો માછીમાર 11 દિવસ પેશાબ પીને જીવતો રહ્યો
ADVERTISEMENT
તેની ડિલિવરી થઈ અને અડધો કલાક પછી તરત તેણે હૉસ્પિટલમાં બેસીને જ અંગ્રેજીની એક્ઝામ આપી હતી. તેણે ત્રણ એક્ઝામ-પેપર હૉસ્પિટલના બેડ પર લખીને આપ્યાં હતાં અને હવે બીજાં બે પેપર એક્ઝામ-સેન્ટરમાં જઈને આપશે. અલ્માઝ હૉસ્પિટલમાં બેસીને પરીક્ષા આપી શકે એ માટે તેના પતિએ પહેલેથી જ સ્કૂલમાં અરજી કરી રાખી હતી જેથી છેલ્લી ઘડીએ બધું સહેલાઈથી પાર પડી ગયું.