ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અલી ઓઝોક નામના પત્રકારે મૂક્યો છે
નાદેઝ્દા સેરેઝ્કિf
રશિયામાં ટીવી ન્યુઝ રિપોર્ટરનું માઇક કૂતરાએ ઝૂંટવી લીધાની ઘટના સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થઈ છે. રશિયામાં મીર ટીવી ન્યુઝ ચૅનલ પર વેધર રિપોર્ટ વાંચતા નાદેઝ્દા સેરેઝ્કિના નામની રિપોર્ટરનું માઇક્રોફોન લઈને એક કૂતરો ભાગી ગયો હોવાની ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અલી ઓઝોક નામના પત્રકારે મૂક્યો છે. એમાં નાદેઝ્દાએ હવામાન સમાચાર વાંચવાનું શરૂ કર્યા પછી થોડી ક્ષણમાં અચાનક એક કૂતરો દોડતો આવ્યો અને તેનું માઇક્રોફોન મોઢામાં પકડીને નાસી ગયો. નાદેઝ્દા તેની પાછળ દોડી હતી. આ ઘટનામાં સ્ટુડિયોની પાછળના ભાગમાં ઉપસ્થિત ઍન્કર એલિના દાશ્કુએવાની હિલચાલો પણ રસપ્રદ અને રમૂજી રીતે નોંધાઈ છે. રિપોર્ટરે છેવટે ડૉગી પાસેથી માઇક્રોફોન પાછું મેળવ્યું અને છેલ્લે તેના પગનો પંજો પકડીને ‘શેકહૅન્ડ’ પણ કર્યું એ પણ વિડિયોમાં નોંધાયું છે. એ વિડિયોને ટ્વિટર પર બાવન લાખ વ્યુઝ અને હજારો કમેન્ટ્સ પ્રાપ્ત થયાં છે.