માત્ર 857 ચોરસફુટમાં 50 એકર જેટલો ઘાસચારો ઉગાડે છે આ મશીન
ઘાસચારો
આપણા દેશમાં હાલમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કૃષિની નવી ટેક્નિક મામલે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
અમેરિકાની ઉટાહ કાઉન્ટીમાં આવેલા એલબર્ટાના બેટમેન મોસિડા ફાર્મ્સ ખાતે ઑલિમ્પસ વર્ટિકલ ફાર્મિંગ મશીનમાંથી ઢોરને આપવામાં આવતા ઘઉં અને જવના જવારાને ઉગાડવા માટે જ્યાં ૪૦થી ૫૦ એકર જમીનની જરૂર પડે છે ત્યાં માત્ર ૮૫૭ ચોરસફુટમાં નિયંત્રિત વાતાવરણનો ઉપયોગ કરીને ૯૫ ટકા ઓછા પાણીના ઉપયોગથી દરરોજ ૨૨૬૭.૯થી ૨૭૨૧.૫ કિલો ઘાસ તૈયાર થઈ શકે છે.