સામાન્ય રીતે પીત્ઝા અવનમાં કે પછી લાકડાં સળગાવીને તૈયાર કરાયેલા ચૂલામાં બનાવાય છે. લાકડાં સળગાવીને તૈયાર કરેલા ચૂલામાં બનાવવામાં આવેલા પીત્ઝાનો સ્વાદ અવર્ણનીય હોય છે.
‘લાવા’ પીત્ઝા
સામાન્ય રીતે પીત્ઝા અવનમાં કે પછી લાકડાં સળગાવીને તૈયાર કરાયેલા ચૂલામાં બનાવાય છે. લાકડાં સળગાવીને તૈયાર કરેલા ચૂલામાં બનાવવામાં આવેલા પીત્ઝાનો સ્વાદ અવર્ણનીય હોય છે. જ્વાળામુખીના લાવા પર પીત્ઝા બનાવવાની કલ્પના કરી શકો છો તમે? જોકે તાજેતરમાં મધ્ય અમેરિકાના ગ્વાટેમાલામાં ડેવિડ ગાર્સિયા નામના એક ભાઈ જ્વાળામુખીના લાવાની રાખ પર પીત્ઝા બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
વ્યવસાયે અકાઉન્ટન્ટ આ ભાઈએ ૧૮૦૦ ફેરનહીટ (લગભગ ૧૦૦૦ સેલ્સિયસ) સુધીના તાપમાન પર પણ પીગળે નહીં એવી વિશિષ્ટ મેટલ શીટ તૈયાર કરી છે. પોતાને પણ તે પ્રોટેક્ટિવ ગિયરથી સુરક્ષિત રાખે છે. લાવા પર તૈયાર કરાયેલા પીત્ઝા ખાવા માટે અહીં અનેક ટૂરિસ્ટો આવે છે.
ગાર્સિયા ૨૦૧૩થી જ્વાળામુખીની નજીક એક નાની ગુફામાં લાવાની રાખ પર પીત્ઝા બનાવે છે. આખી પ્રક્રિયા સમજાવતાં તે કહે છે કે લગભગ ૮૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ગુફામાં પીત્ઝા તૈયાર કરવા મૂકી દે છે. લગભગ ૧૪ મિનિટમાં પીત્ઝા તૈયાર થઈ જાય છે.
ગાર્સિયાનું માનવું છે કે જ્વાળામુખીના લાવાની ગરમી કુદરતી અવનનું કામ કરે છે. પેકાયા એ ગ્વાટેમાલામાં આવેલો એક ઍક્ટિવ જ્વાળામુખી છે. લગભગ ૨૩,૦૦૦ વર્ષ પહેલાં આ જ્વાળામુખી પ્રથમ વાર ફાટ્યો હતો. ત્યાર બાદથી અત્યાર સુધીમાં લગભગ બે ડઝન વાર ફાટ્યો છે.