તાજેતરમાં એડનના અખાતમાં યમનના દક્ષિણ ભાગ તરફ સેરિયાહના કાંઠા પાસે માછીમારી કરતા ૩૫ માછીમારોને સ્પર્મ વ્હેલ માછલીનો મૃતદેહ મળ્યો હતો
10 કરોડ રૂપિયાનું એમ્બેગ્રીસ
સ્પર્મ વ્હેલ માછલીના આંતરડાંમાં થતા સ્ત્રાવ વડે બનતું મીણ જેવું એમ્બેગ્રીસ પરફ્યુમ ઉત્પાદકોને ઘણું ઉપયોગી થાય છે. ઘણી વખત એ માછલીના શરીરમાંથી નીકળીને દરિયાના પાણીમાં તરતું દેખાય છે. તાજેતરમાં એડનના અખાતમાં યમનના દક્ષિણ ભાગ તરફ સેરિયાહના કાંઠા પાસે માછીમારી કરતા ૩૫ માછીમારોને સ્પર્મ વ્હેલ માછલીનો મૃતદેહ મળ્યો હતો. એ માછલીને કાપતાં તેમાંથી ૧૨૭ કિલો એમ્બેગ્રીસ મળ્યું હતું. તેની કિંમત લગભગ દસ કરોડ રૂપિયા જેટલી થાય છે. એ માછીમારોએ એમ્બેગ્રીસ વેચતાં જે કમાણી થાય એ સરખા ભાગે વહેંચી લેવા અને થોડો ભાગ તેમના સમુદાયના ગરીબ પરિવારો માટે વાપરવાનો નિર્ણય લીધો હતો. એમ્બેગ્રીસ ‘વ્હેલ વોમિટ’ નામે પણ ઓળખાય છે. અત્તરને લાંબો વખત ટકાવી રાખવાનો પણ એમ્બેગ્રીસનો ગુણ હોવાથી પરફ્યુમ ઉત્પાદકો તેનો ઉપયોગ વિશેષ રીતે કરે છે.

