અલ્લાહ લખેલી માછલી ખરીદવા પાંચ લાખ રૂપિયાની બોલી લાગી
અલ્લાહ લખેલી માછલી
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં એક માછલીએ લોકોનું ધ્યાન આકર્ષિત ર્ક્યું છે અને દૂરદૂરથી લોકો એ જોવા આવે છે. માછલીમાં ખાસ ચીજ એ છે તેના પેટ પર આવેલું ખાસ ચિહ્ન. આ માછળી કૈરાનામાં શબાબ અહમદે ઘરમાં મૂકેલા એક્વેરિયમમાં છે. આઠ મહિના પહેલાં શબાબ આ માછલી લઈ આવ્યો હતો. એ વખતે આવી કોઈ ખબર નહોતી કે તેના પેટ પર બહુ પવિત્ર શબ્દો અંકાયેલા છે. જોકે જેમ-જેમ માછલીનું કદ વધતું જાય છે એમ-એમ તેના પેટ પર પીળી ઝાંયમાં એવી આકૃતિ ઊભરી રહી છે જેનાથી ઉર્દૂ ભાષામાં અલ્લાહ લખેલું હોય એવું લાગે છે. શબાબનું કહેવું છે કે જ્યારથી આ માછલી તેના ઘરમાં આવી છે તેની અને પરિવારની બહુ ઉન્નતિ થઈ છે. લોકો અલ્લાહ લખેલી માછલી જોવા માટે તેના ઘરે ઊમટી રહ્યા છે અને આલમ એ છે કે કેટલાક લોકો આ પવિત્ર માછલીને ખરીદવા માટે બોલી લગાવવા લાગ્યા છે.
આ પણ વાંચો : માણસ જેવી આંખો અને સ્માઇલ ધરાવતો આ ડૉગી સોશ્યલ મીડિયા પર છે ફેમસ
ADVERTISEMENT
શામલીના હાજી રાશિદ ખાને આ માછલી પાંચ લાખ રૂપિયામાં ખરીદવાની તૈયારી બતાવી છે, પણ શબાબભાઈ હજી વધુ રકમ આવે એની રાહ જોઈ રહ્યા છે. શબાબના ઍક્વેરિયમમાં કુલ દસ માછલીઓ છે, પણ આ માછલીની સરખામણીએ બધી હજી ઘણી નાની છે.