‘ગૉડ્ઝિલા વર્સસ કૉન્ગ’ નામની ફિલ્મ રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ગૉડ્ઝિલા ચર્ચાનો વિષય બન્યો છે.
ગૉડ્ઝિલા શાર્ક
‘ગૉડ્ઝિલા વર્સસ કૉન્ગ’ નામની ફિલ્મ રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ગૉડ્ઝિલા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે કેટલાંક વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ સદીઓ પહેલાં જેનાં નિશાન શોધ્યાં હતાં એ ગૉડ્ઝિલા શાર્કે પણ સોશ્યલ મીડિયા પર તરખાટ મચાવ્યો હતો.
આ પ્રાણી લગભગ ૩૦ કરોડ વર્ષ જૂનું હોવાનું મનાય છે તથા એના દાંત પરથી એ કોઈ નવી પ્રજાતિ હોવાનું જણાયું હતું. એના દાંત પરથી જ એને ગૉડ્ઝિલા શાર્ક નામ અપાયું હતું. શાર્કનું સર્વપ્રથમ કંકાલ અલ્બુકર્કમાં જૉન-પૉલ હોનેટ દ્વારા શોધાયું હતું. લગભગ આઠ વર્ષ પછી સંશોધકોની શોધ ન્યુ મેક્સિકો મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરી ઍન્ડ સાયન્સિસના બુલેટિનમાં એને સ્થાન મળ્યું હતું, જેમાં એને શાર્ક તરીકે ઓળખવામાં આવી હતી.
ADVERTISEMENT
કંકાલ જે સ્થળેથી મળ્યું હતું એ મૅન ઝોન માઉન્ટન્સની જમીન જેમની માલિકીની હતી એ ન્યુ મેક્સિકો ફૅમિલીના નામ પરથી ૬.૭ ફુટ એટલે કે લગભગ બે મીટર લાંબા આ પ્રાણીને ડ્રેકોપ્રિસ્ટિસ હૉફમૅનોરમ કે હૉફમેન્સ ડ્રૅગન શાર્ક નામ અપાયું હતું. આ પ્રાણીના નીચેના જડબામાં ૧થી વધુ દાંતની હારમાળા હતી.