બિહારના ચંપારણમાં ડૉ. પ્રમોદ સ્ટીફન નામના ડૉક્ટરે અનોખું શૌચાલય શોધ્યું છે. આ ઇનોવેટિવ મૉડલમાં બે કાણાં છે જેમાં અલ્ટ્રાવાયલેટ લાઇટ અને એક ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ થયો છે જેનાથી શૌચાલયમાં વાસ પેદા થતાં તરત જ દૂર થઈ જાય છે.
શૌચાલયનું ઇનોવેટિવ મૉડલ (સૌજન્ય: મિડ-ડે)
તમે ગમે એટલું ટૉઇલેટ ચોખ્ખું રાખો, પણ એમાં વાસ આવવાની તકલીફ તો રહેતી જ હોય છે. એમાંય જો પબ્લિક ટૉઇલેટ હોય અને પાણી ઓછું મળતું હોય તો સ્મેલની સમસ્યા પાકી જ હોય. જોકે બિહારના ચંપારણમાં ડૉ. પ્રમોદ સ્ટીફન નામના ડૉક્ટરે અનોખું શૌચાલય શોધ્યું છે. આ ઇનોવેટિવ મૉડલમાં બે કાણાં છે જેમાં અલ્ટ્રાવાયલેટ લાઇટ અને ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ થયો છે જેનાથી શૌચાલયમાં વાસ પેદા થતાં જ એ દૂર થઈ જાય. વળી ટૉઇલેટનો વેસ્ટ ગ્રીન ગૅસ પ્લાન્ટ સાથે જોડાયેલો છે જેમાંથી રાંધણ-ગૅસ પણ તૈયાર થઈ શકે છે. ડૉ. પ્રમોદનું કહેવું છે કે ‘મેં મોંઘામાં મોંઘા ટૉઇલેટનો અભ્યાસ કર્યો ત્યારે નોંધ્યું હતું કે એનાથી દુર્ગંધ આવે જ છે. પબ્લિક ટૉઇલેટની તો હાલત ખરાબ જ હોય છે. એ જ કારણે મને વાસ ન આવે એવું કંઈક શોધવું હતું.’ ટૉઇલેટની કમોડની ઉપર બે જગ્યાએ ફ્લૅશ લાઇટ લગાવવામાં આવી છે જે હવા વાતાવરણમાં ભળે એ પહેલાં જ વાસ ખેંચી લે છે. વળી ટૉઇલેટ સીટ ઇન્ફેક્શન-ફ્રી બનાવવા માટે પણ અલ્ટ્રાવાયલેટ લાઇટ ખૂબ મદદરૂપ છે. એનાથી સીટ અને એરિયા ડિસઇન્ફેક્ટ થઈ જાય છે. કમોડનો શેપ એવો છે કે સફાઈ માટે ઓછા પાણીની જરૂર પડે છે. વળી મળના વેસ્ટને ગ્રીન ગાર્બેજ ગૅસ પ્લાન્ટ સાથે જોડી દેવાથી એમાંથી રાંધણ-ગૅસ પેદા થાય છે.

