ઓડિશાના બલિયામાં આર્થિક તંગીથી કંટાળીને એક વૃદ્ધાએ પોતાના પૌત્રને નજીવી રકમમાં વેચી નાખ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના બલિયામાં આર્થિક તંગીથી કંટાળીને એક વૃદ્ધાએ પોતાના પૌત્રને નજીવી રકમમાં વેચી નાખ્યો હતો. મંદ સોરેન નામની ૬૫ વર્ષની મહિલાના પતિનું નિધન વર્ષો પહેલાં થઈ ગયેલું. એ પછીનાં થોડાં જ વર્ષોમાં દીકરો પણ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. તાજેતરમાં કોરોનાને કારણે દીકરાની પત્ની પણ મૃત્યુ પામી. એ પછી મંદ સોરેન અને તેમનો ૭ વર્ષનો પૌત્ર જ ઘરમાં બચ્યાં. કમાવાવાળું કોઈ ન હોવાથી દીકરાના ઉછેરમાં મુશ્કેલી પડવા લાગી. કોઈકે તેમને લાલચ આપી કે જો દીકરો મને આપી દેશો તો તેને હું પ્રેમથી ઉછેરીશ અને ભરપેટ ખવડાવીશ. માજીએ પૌત્રનું ભલું ઇચ્છીને માત્ર ૨૦૦ રૂપિયામાં તેને પેલી વ્યક્તિ સાથે જવા દીધો. જોકે પોલીસને આ ઘટનાની ખબર પડતાં પૌત્રને પેલી વ્યક્તિ પાસેથી છોડાવીને બચાવી લીધો છે અને દાદી તેમ જ પૌત્ર બન્નેને સરકારી સંરક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.

