તમારી ડેટ તમને કોઈ પર્સનલ સવાલ કરે કે પછી જૉબ માટેના ઇન્ટરવ્યુમાં તમને પૂછવામાં આવે કે આ જૉબ માટે તમે કઈ રીતે યોગ્ય છો?
હવે ઑકવર્ડ ડેટ્સ અને જૉબ ઇન્ટરવ્યુઝને ગુડબાય કહો
તમારી ડેટ તમને કોઈ પર્સનલ સવાલ કરે કે પછી જૉબ માટેના ઇન્ટરવ્યુમાં તમને પૂછવામાં આવે કે આ જૉબ માટે તમે કઈ રીતે યોગ્ય છો? એવા સમયે જો સંકોચ કે ગભરામણને લીધે મોઢામાંથી શબ્દો ન નીકળતા હોય તો તમારે માટે એક ન્યુઝ છે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સે એનું સોલ્યુશન શોધી કાઢ્યું છે. તેમણે એવા સ્માર્ટ ગ્લાસિસ તૈયાર કર્યા છે જે તમને આવી સ્થિતિમાં શું કહેવું એ જણાવે છે.
જેને રિઝજીપીટી નામ આપવામાં આવ્યું છે. રિઝ એટલે કે સંભવિત રોમૅન્ટિક પાર્ટનરને સિડ્યુસ કરવાની સ્કિલ. આ ગ્લાસિસ એવો જ કરિશ્મા જગાવે છે, જે તમારી આંખો સામે ટેક્સ્ટ તરીકે રિસ્પૉન્સ ડિસ્પ્લે કરે છે.
સામેવાળી વ્યક્તિએ જેકંઈ પણ કહ્યું હોય એને માઇક્રોફોન કૅપ્ચર કરે છે અને ગ્લાસિસ સંભવિત જવાબ જનરેટ કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા પાવર્ડ ચૅટબોટ ચૅટજીપીટીનો ઉપયોગ કરે છે. યુઝર ટેક્સ્ટની સાથે સામેવાળી વ્યક્તિને જોઈ શકે એ માટે આ ગ્લાસિસમાં ઑગ્મેન્ટેડ રિયલિટી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ બ્રાયન હુ-પિન્ગ ચિઅન્ગ દ્વારા ટ્વિટર પર આ ગ્લાસિસ વિશે જણાવવામાં આવ્યું હતું. તેણે લખ્યું હતું કે ‘અકવર્ડ ડેટ્સ અને જૉબ ઇન્ટરવ્યુઝને ગુડબાય કહો. અમે રિઝજીપીટી બનાવ્યાં છે. એ તમારી વાતચીત સાંભળે છે અને સામેવાળી વ્યક્તિ પૂછે તો ચોક્કસ શું કહેવું એ તમને કહે છે. જીપીટી-4, ઑટોમૅટિક સ્પીચ રેકગ્નિઝેશન સિસ્ટમ વ્હિસ્પર અને મોનોકલ એઆર ગ્લાસિસનો ઉપયોગ કરીને એને તૈયાર કર્યાં છે.’
મોનોકલ એઆર એ બ્રિલિયન્ટ લૅબ્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલી ટેક્નૉલૉજી છે. મોનોકલમાં કૅમેરા અને માઇક્રોફોન હોય છે અને એમાં ટેક્સ્ટ ડિસ્પ્લે થાય છે. એને પહેરનાર રિયલ ટાઇમ એ ટેક્સ્ટ જોઈ શકે છે.
માઇક્રોફોન ઑડિયો ડિટેક્ટ કરે છે અને એ બ્લુટૂથથી કનેક્ટેડ ફોન મોકલે છે. જે આખરે વ્હિસ્પરનો ઉપયોગ કરીને વાતચીતને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે. એ ટેક્સ્ટ જીપીટી-4ને મોકલવામાં આવે છે અને એ રિસ્પૉન્સ જનરેટ કરે છે, જેને ઑગ્મેન્ટેડ રિયલિટીમાં ડિસ્પ્લે કરવા માટે રિઝજીપીટી લેન્સને મોકલવામાં આવે છે. યુઝર હજી વાતચીત કરી રહ્યો હોય છે ત્યારે આ બધું શક્ય બને છે.