મેટ્રો ટ્રેનમાં ક્યારેય ખાલી સીટ ન મળતાં ચીનમાં એક વ્યક્તિ એટલો કંટાળી ગયો કે તેણે આ સિચુએશનનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો.
સીટ ન મળતાં આ ભાઈ મેટ્રોમાં પોતાનો સોફા લઈને જાય છે
આપણા મુંબઈની લોકલ ટ્રેનમાં ભારે ભીડ હોય છે. આખો દિવસ ઑફિસમાં ખૂબ કામ કર્યા બાદ વ્યક્તિ જ્યારે લોકલ ટ્રેનમાં પ્રવેશે અને ભારે ભીડ જોતાં જ તેનો થાક બમણો થઈ જાય.
મેટ્રો ટ્રેનમાં ક્યારેય ખાલી સીટ ન મળતાં ચીનમાં એક વ્યક્તિ એટલો કંટાળી ગયો કે તેણે આ સિચુએશનનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. તે બેસવા માટે તેનો પોતાનો સોફા મેટ્રો ટ્રેનમાં લઈ જાય છે. ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં તે હેન્ગઝુ લાઇન 2 મેટ્રોમાં સોફા પર બેસતો જોવા મળ્યો હતો. તે આ વિડિયોમાં મેટ્રો ટ્રેનના સ્ટેશને જતી વખતે બૅકપૅકની જેમ તેના ખભા પર સિંગલ સીટર સોફા લઈ જતો જોવા મળ્યો હતો. આ વિડિયો ચાઇનીઝ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર વાઇરલ થયો છે.
લોકલ મીડિયા સાથેની વાતચીતમાં આ વ્યક્તિએ જણાવ્યું હતું કે આ સોફા બનાવવા માટે હું એક ડિઝાઇનર પાસે ગયો હતો. આ સોફામાં પટ્ટા છે જેનાથી આ સોફાને બૅકપૅકની જેમ લઈ જઈ શકાય છે.