સોલહેમે આ ક્લિપની સાથે કૅપ્શન લખી હતી કે ‘અદ્વિતીય ભારત! આ સુંદર ભારત છે
Offbeat News
કર્ણાટકના હોન્નાવર
નૉર્વેના ભૂતપૂર્વ ડિપ્લોમૅટ એરિક સોલહેમ ભારતમાં અત્યંત સુંદર જગ્યાઓના વિડિયોઝ શૅર કરતા રહે છે. હવે તેમણે કર્ણાટકના હોન્નાવરની સુંદરતાનો એક વિડિયો શૅર કરીને નેટિઝન્સને મંત્રમુગ્ધ કર્યા છે. આ ક્લિપમાં નાળિયેરનાં વૃક્ષોની વચ્ચેથી એક જળાશયમાંથી પસાર થતી બોટ્સનો અદ્ભુત એરિયલ વ્યુ જોવા મળ્યો હતો. સોલહેમે આ ક્લિપની સાથે કૅપ્શન લખી હતી કે ‘અદ્વિતીય ભારત! આ સુંદર ભારત છે. આ હોન્નાવર છે- કર્ણાટકમાં છુપાયેલું બૅકવૉટર (નદીની બાજુમાં એના પ્રવાહથી ભેગું થયેલું સ્થિર પાણી) સ્વર્ગ.’