ઘરને વેચીને રેક્રીએશનલ વેહિકલ (આરવી) ખરીદ્યું હતું
Offbeat
કિઅરસ્ટિન સોલ પરિવાર સાથે
કિઅરસ્ટિન સોલ નામની ૩૨ વર્ષની મહિલાએ તેનાં બે બાળકો ૧૨ વર્ષના કિનલી અને છ વર્ષના ઝેકેને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા તેના ઘરને વેચીને રેક્રીએશનલ વેહિકલ (આરવી) ખરીદ્યું હતું. જોકે પરંપરાગત જીવનશૈલી છોડીને આરવીમાં જીવન વિતાવવાનો તેમને જરાય અફસોસ નથી.
કિઅરસ્ટિને તેના ૩૫ વર્ષના પતિ ડેવિડને ઑક્ટોબર, ૨૦૨૧માં નૉર્થ કેરોલિનામાં ઍશવિલેનું તેમનું ઘર તથા અન્ય વસ્તુઓને ૩.૨૦ લાખ ડૉલર (લગભગ ૨.૬૪ કરોડ રૂપિયા)માં વેચવા અને એના સ્થાને ૫૬,૪૦૦ ડૉલર (લગભગ ૪૬.૫૨ લાખ રૂપિયા)માં આરવી ખરીદવા સમજાવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારથી અત્યાર સુધીમાં તેઓ પોતાના આરવી હાર્ટલૅન્ડ સાયક્લોન ૪૧૫૦માં ૧૬ કરતાં વધુ રાજ્યોમાં પ્રવાસ ખેડી ચૂક્યા છે. અનેક લોકોની ટીકાઓ છતાં કિઅરસ્ટિનનું કહેવું છે કે ક્લાસરૂમની ચાર દીવાલો કરતાં તેના દીકરાઓને મુક્ત વાતાવરણમાં જીવનના વધુ પાઠ શીખવા મળે છે.
કિઅરસ્ટિનના પતિ ડેવિડ ફ્રી-લાન્સ સિવિલ એન્જિનિયર છે, જ્યારે કે કિઅરસ્ટિન ઘરે રહીને તેનાં બાળકોના અભ્યાસ પર ધ્યાન આપે છે. તેમની સોશ્યલ મીડિયા ચૅનલથી પણ તેઓ આવક રળે છે, જ્યાં તેઓ પોતાના પ્રવાસ અને જીવનના અનુભવો શૅર કરે છે.