નવા ફ્લિપ ફોન વિશે જણાવતાં કંપનીએ કહ્યું હતું કે એમાં ડાર્ક પિન્ક અને સ્પાર્કલ ડિઝાઇન જોવા મળશે
What`s Up!
બાર્બી ડોલની તસવીર
નોકિયા ફોનના નિર્માતા એચએમડી ગ્લોબલે એના આગામી ફ્લિપ ફોનની જાહેરાત કરી છે. આ ફ્લિપ ફોનને બાર્બી બ્રૅન્ડ હેઠળ લાવવામાં આવશે. આ ફોન જુલાઈ ૨૦૨૪માં વૈશ્વિક સ્તરે લૉન્ચ થાય એવી શક્યતા છે. આ સિવાય નોકિયા વર્ષના ફર્સ્ટ હાફમાં ઘણા ફીચર ફોન અને સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. નવા ફ્લિપ ફોન વિશે જણાવતાં કંપનીએ કહ્યું હતું કે એમાં ડાર્ક પિન્ક અને સ્પાર્કલ ડિઝાઇન જોવા મળશે. હ્યુમન મોબાઇલ ડિવાઇસનો આ અપકમિંગ ફ્લિપ ફોન મોટી બૅટરી અને ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે આવી શકે છે. જોકે બ્રૅન્ડે એ વાતની પુષ્ટિ કરી નથી કે એ ફીચર ફ્લિપ ફોન હશે કે સ્માર્ટફોન? સૂત્રો મુજબ કંપની ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. એનાં કોઈ ફીચર્સ હજી સુધી જાહેર નથી થયાં.