રોજના લગભગ ૧૦૦૦ ભાવિકો વીઝાની મનોકામના પૂરી થાય એ માટે આ મંદિરમાં આવે છે.
અજબ ગજબ
વીઝા બાલાજી ટેમ્પલ
આ બાલાજી મંદિરમાં માથું ટેકવી આવો, તમારા વીઝા મંજૂર થઈ જશે
હૈદરાબાદથી ૩૦ કિલોમીટર દૂર ચિલ્કુર ગામમાં બાલાજી મંદિર છે એ ‘વીઝા બાલાજી ટેમ્પલ’ તરીકે વધુ ફેમસ છે. એવી માન્યતા છે કે અહીં માથું ટેકવી આવો તો તમારા વિદેશના અટકી ગયેલા વીઝા ક્લિયર થઈ જાય છે. રોજના લગભગ ૧૦૦૦ ભાવિકો વીઝાની મનોકામના પૂરી થાય એ માટે આ મંદિરમાં આવે છે.
ADVERTISEMENT
વૉટ અ બૅલૅન્સ્ડ ઍક્ટ
મેક્સિકોના ઓક્ઝાકા રાજ્યનાં અંતરિયાળ ગામડાંઓમાં ટ્રાઇબલ ફેસ્ટિવલ્સ આજે પણ એટલી જ રંગેચંગે ઊજવાય છે. હાલમાં અહીં ખાસ ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં મેક્સિક લોકગીતો ગવાય છે. સંગીત અને નૃત્યનો પબ્લિક જલસો થાય છે અને ટ્રેડિશનલ ફૂડની જ્યાફત માણવામાં આવે છે. અહીંના ખાસ ટ્રેડિશનલ ડાન્સમાં લાકડીનું સ્ટૅન્ડ બનાવીને એના પર સંતુલન જાળવીને ડાન્સ થાય છે.
બગીચામાં સામૂહિક તડકો ખાવાનોય ઉત્સવ
ચીનના અન્હુઇ પ્રાંતમાં ઠંડીની મોસમ બહુ લાંબી ચાલતી હોય છે. એવામાં સનલાઇટ નીકળે એ દિવસો દરમ્યાન લોકો બને એટલો તડકો ખાઈ લેવાનું પ્રિફર કરતા હોય છે. અહીં ચોક્કસ સમય દરમ્યાન બગીચામાં લોકો પીઠ ઉઘાડી કરીને સૂર્યકિરણોની સામે બેસી જાય છે.
લાઇક્સ મેળવવા માટે રોડ પર ઇચ્છાધારી નાગિન બની ગયો
સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે આજકાલ લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. શ્રીદેવીની ‘નાગિન’ મૂવી અને એકતા કપૂરની ટીવી-સિરિયલ ‘નાગિન’ આવ્યા પછી તો લોકો ઇચ્છાધારી નાગિન બનીને કંઈ પણ થઈ શકે એવું માને છે. ઉત્તર પ્રદેશમાં એક યુટ્યુબર પગની આસપાસ સાપની કાંચળી જેવું કપડું વીંટાળીને રસ્તા પર સાપની જેમ રેંગવા માંડ્યો હતો. સાથે બૅકગ્રાઉન્ડમાં અનમોલ મલિકનું ‘નાગિન ડાન્સ...’ સૉન્ગ વાગી રહ્યું હતું. બસ, પછી તો ક્રાઉડ ભેગું થઈ ગયું અને આસપાસના શાકભાજીવાળા તથા ફેરિયાઓએ પણ મજા કરી. જોકે એક માણસ મદારીની જેમ બીન બજાવી રહ્યો હતો અને યુટ્યુબર રોડ પર આળોટીને નાગિન ડાન્સ કરતો હતો એ જોઈને લોકોએ પોતપોતાના કૅમેરા ઑન કરી નાખ્યા હતા. એક સીનમાં તો ટોળાને વિખેરવા મથી રહેલો પોલીસવાળો પણ હસી પડતો જોવા મળ્યો હતો.