આ ફોટો સાથે રાહુલ ગાંધીએ મસ્તીમાં લખ્યું છે : મમ્મીનું ફેવરિટ કોણ છે? બેશક, નૂરી જ.
અજબ ગજબ
મળો સોનિયા ગાંધીની નૂરીને
મળો સોનિયા ગાંધીની નૂરીને
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર મમ્મી સોનિયા ગાંધીનો તેમની પેટ ડૉગી નૂરી સાથેનો ક્યુટ ફોટો શૅર કર્યો છે. ફોટોમાં નૂરી ડૉગ બૅકપૅકમાં સોનિયા ગાંધીના ખભે બેઠેલી દેખાય છે. આ ફોટો સાથે રાહુલ ગાંધીએ મસ્તીમાં લખ્યું છે : મમ્મીનું ફેવરિટ કોણ છે? બેશક, નૂરી જ.
ADVERTISEMENT
શ્રીકૃષ્ણના ૫૨૫૧મા પ્રાગટ્યોત્સવ પર ફૂલોત્સવ
વૃંદાવનમાં જન્માષ્ટમી નિમિત્તે ફૂલોમાંથી ભગવાન શ્રીકૃષ્ણનું સર્જન કરતો વિશ્વ હિન્દુ પરિષદનો એક કાર્યકર.
૮ દિવસ સાઇક્લિંગ કરીને મથુરાથી કલકત્તા કેમ પહોંચ્યો આ યુવાન?
કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની પોસ્ટગ્રૅજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરના બળાત્કાર-મર્ડર પ્રત્યે વિરોધ વ્યક્ત કરવા ઉત્તર પ્રદેશના મથુરાનો ધર્મેન્દ્ર સિંહ ૮ દિવસ સાઇકલ ચલાવીને કલકત્તા પહોંચ્યો છે.
બાજનું બચ્ચું ૯૦ લાખ રૂપિયામાં વેચાયું
સાઉદી અરબના પાટનગર રિયાધમાં આંતરરાષ્ટ્રીય ફાલ્કન બિડર્સની લિલામી યોજાઈ હતી એમાં પેરેગ્રીન બાજનું ‘અલ્ટ્રા વાઇટ’ નામનું બચ્ચું અંદાજે ૯૦ લાખ રૂપિયામાં વેચાયું હતું. બીજા બચ્ચાની ૧૯ લાખ રૂપિયામાં બોલી બોલાઈ હતી. લિલામીમાં ૧૯ દેશના ૧૯ બાજપાલક ફાર્મે ભાગ લીધો હતો. પેરેગ્રીન બાજની શિકાર કરવાની ક્ષમતા અને ગતિ વિશિષ્ટ પ્રકારની હોય છે. આ બાજ શિકાર પાસે ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પહોંચે છે.