૩૧ વર્ષની યુવતીએ ટિકટૉક પર એક પુરુષ સાથે વાતચીત કરી, જેમાં તેણે એ પુરુષને કહ્યું કે ‘મને એવું લાગે છે કે આપણો સંબંધ બાપ-દીકરી જેવો છે.’
Offbeat News
શર્ની બટલર
ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં રહેતી શર્ની બટલરને હંમેશાં એવું લાગતું હતું કે તેના પપ્પા જીવતા છે એથી તે ઘણા સમયથી સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના પપ્પાની શોધખોળ કરતી રહેતી હતી. ૩૧ વર્ષની યુવતીએ ટિકટૉક પર એક પુરુષ સાથે વાતચીત કરી, જેમાં તેણે એ પુરુષને કહ્યું કે ‘મને એવું લાગે છે કે આપણો સંબંધ બાપ-દીકરી જેવો છે.’ આ મેસેજ તેણે શૅર પણ કર્યો હતો. શર્ની જ્યારે મોટી થઈ ત્યારે તેને તેના પપ્પાના માત્ર નામની જ ખબર હતી. વળી તે રમતગમતના શોખીન હતા અને બ્રિટનના હતા. જોકે શરૂઆતમાં તેને એવું લાગતું કે તેના પપ્પાનું નિધન થયું હશે, પરંતુ ધીમે-ધીમે તેને લાગ્યું કે આ માહિતીમાં કંઈક ખૂટે છે. તેની પાસે પ્રશ્નો ઘણા હતા, પણ જવાબ નહોતા. તેણે ટીવી-શો અને ઑનલાઇન ફોરમમાં પણ તેના પપ્પાની માહિતી શૅર કરી હતી, પરંતુ કાંઈ મળ્યું નહોતું. જોકે શોધખોળ પાછળ તેણે વર્ષો કાઢ્યાં હતાં. તેના પપ્પાના નામ પાછળ સ્પોર્ટ્સ લાગ્યું હતું. વળી તે ૧૯૯૦-’૯૧ દરમ્યાન ક્રાઇસ્ટચર્ચમાં રહેતા હતા.
આ પણ વાંચો : આ રશિયન યુવતીને છે સૌથી ઊંચા બિલ્ડિંગ પરથી સેલ્ફી લેવાનો શોખ
ADVERTISEMENT
ત્યાર બાદ યુકે જતા રહ્યા હતા. સોશ્યલ મીડિયામાં જ્યારે તે પપ્પા નોએલને ન મળી ત્યારે નોએલે માહિતી આપી હતી કે ‘હું ૯૦ના દાયકામાં ક્રાઇસ્ટચર્ચમાં રહેતો હતો.’ શર્નીએ ધીમેકથી પૂછ્યું, ‘એક અંગત સવાલ છે. તમે ક્રાઇસ્ટચર્ચમાં હતા ત્યારે કોઈ મહિલા સાથે તમારા સંબંધ હતા? મારી મમ્મી જેને હું ખૂબ પ્રેમ કરું છું તેણે કરેલા વર્ણન સાથે તમે ઘણા બંધ બેસો છો. હું માફી ચાહું છું. મને પણ આવું બધું પૂછવાનું બહુ વિચિત્ર લાગે છે.’ ત્યારે નોએલે પૂછ્યું કે ‘શું તારી મમ્મીનું નામ ડેલ છ?’ ત્યારે શર્નીએ કહ્યું કે ‘હા, ડેલ મારી મમ્મી છે.’ નોએલે કહ્યું, ‘અમે ઘણી વાર રાતે મળતાં હતાં. જોકે અમે કંઈ કપલ તરીકે સાથે રહ્યાં નથી.’ આ વાતચીત ટિકટૉક પર વાઇરલ થઈ છે. લોકોએ શર્નીને રૂપિયા પણ આપ્યા છે જેથી તે વેલ્સમાં રહેતા તેના પપ્પાને મળી શકે અને તેના ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકે.